________________
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦
અવહેલના ન કરવા વડે કરવાનો છે. એમ પ્રત્યેકની સાથે આ ચાર પ્રકાર જોડીએ તો કુલ બાવન પ્રકારનો વિનય થાય.
આ તેરનું જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેનો પંચપરમેષ્ઠીમાં, ધર્મમાં અને સંઘમાં એમ ત્રણમાં સમાવેશ કરી શકાય અથવા એ તેરને દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વમાં સમાવી શકાય. પરંતુ વિનય ગુણની આરાધના કરનારના મનમાં સ્પષ્ટતા રહે એ માટે આ વર્ગીકરણ વધુ વિસ્તારવાળું કરવામાં આવ્યું છે.
૭૪
શાસ્ત્રોમાં પાંચ પ્રકારનાં ચારિત્ર બતાવવામાં આવ્યાં છે. એ ચારિત્રના ધારક પંચ મહાવ્રતધારી પ્રત્યે વિનય દાખવવો તે ચારિત્ર વિનય છે અને પોતે તે પ્રકારના ચારિત્રનું પાલન કરવું તે પણ ચારિત્રવિનય છે. ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, કષાયો ઉપર કાબૂ મેળવવો, ગુપ્તિ સમિતિ સહિત મહાવ્રતોનું પાલન કરવું, આવશ્યક ધર્મક્રિયાઓ ઉત્સાહપૂર્વક પરિપૂર્ણ રીતે કરવી, શક્તિ અનુસાર તપ કરવું, પરીષહો સહન કરવા ઇત્યાદિનો ચારિત્રવિનયમાં સમાવેશ થાય છે.
જ્ઞાનવિનય, દર્શનવિનય અને ચારિત્રવિનય એ ત્રણ વિનય ઉપરાંત કોઇક ગ્રંથોમાં તપવિનય જુદો બતાવવામાં આવે છે. વસ્તુતઃ તપવિનયને ચારિત્રવિનયમાં સમાવિષ્ટ કરી શકાય છે, પરંતુ સ્પષ્ટતા ખાતર તપવિનયને જુદો પણ બતાવવામાં આવે છે. એમાં પોતાની શક્તિ અનુસાર તપ કરવું અને ઓછું તપ કરનારની કે તપ ન કરી શકનાર એવા બાલ, ગ્લાન, વૃદ્ધ વગેરેની ટીકાનિંદા ન કરવાનું કહ્યું છે. પોતાનાથી અધિક તપ કરનારની ઇર્ષ્યા ન કરવી કે દ્વેષભાવ ધારણ ન કરવો તથા પોતાના તપ માટે અહંકાર ન કરવો, તપમાં માયા ન કરવી, દંભ ન કરવો, લુચ્ચાઇ ન કરવી, તપ કરીને ક્રોધ ન કરવો વગેરેની ભલામણ કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org