________________
विनयमूलो धम्मो
૭૫ વિનયને તપના એક પ્રકાર તરીકે પણ ગણાવવામાં આવ્યો છે. છ પ્રકારના બાહ્ય અને છ પ્રકારનાં અત્યંતર તપ એમ મુખ્ય બાર પ્રકારનાં તપ છે. આ બાર પ્રકારના તપમાં આઠમું તપ અને છ પ્રકારનાં અત્યંતર તપમાં બીજું તપ તે વિનય છે. શાસ્ત્રકારે કહ્યું છે :
पायच्छित्तं विणओ वेयावच्चं तहेव सज्झावो झाणं उसग्गो वि अ अभितरो तवो होइ । પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ છ પ્રકારનાં અત્યંતર તપ છે. આ છ પ્રકારનાં તપ અનુક્રમે મૂકવામાં આવ્યાં છે. આગળનું તપ ન હોય તો પાછળનું તપ સિદ્ધ ન થાય. જેમકે વિનય ન હોય તો વૈયાવચ્ચ ન આવે. વિનય અને વૈયાવચ્ચ ન હોય તો સ્વાધ્યાય સફળ થાય નહિ. તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્તનો ભાવ ન હોય તો વિનય ન આવે. પોતાનાં પાપ કે ભૂલ માટે પ્રાયશ્ચિત્તનો ભાવ આવે તો જ વિનય આવે.
કોઈકને પ્રશ્ન થાય કે ઉપવાસ વગેરે બાહ્ય તપ સમજી શકાય એમ છે, પણ વિનયને અત્યંતર તપ તરીકે કેવી રીતે ઓળખાવી શકાય? વિનયમાં કોઈ કષ્ટ તો હોતું નથી, તો એને તપ કેમ કહેવાય ? પરંતુ વિનય પણ એક પ્રકારનું ભારે તપ છે, કારણ કે વિનયમાં અહંકારને મૂકવાનો છે. માન મૂક્યા વગર વિનય આવે નહિ. હું અને મારું-અ અને મમ એ આત્માના મોટા શત્રુઓ છે. સાધનાના માર્ગમાં અહંકાર, મમકાર, મતામહ, હઠાગ્રહ, દષ્ટિરાગ વગેરે મોટા અંતરાયો છે. દરેક જીવમાં ઓછેવત્તે અંશે માનકષાય રહેલો છે. “હું” અને “મારું'નું વિસ્મરણ અને વિસર્જન કરવાનું છે. એમ કરવું કષ્ટદાયી છે. જીવને પોતાને વારંવાર સ્વભાવ તરફ વાળવાનો ભારે પુરુષાર્થ કરવો પડે છે. એ માનસિક સૂક્ષ્મ પ્રક્રિયા છે. એ કષ્ટદાયક સૂક્ષ્મ પુરુષાર્થ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org