________________
પશુહિંસાનું વિસ્તરતું ક્ષેત્ર
આખલા-લડાઈ (Bull-Fight) એ મુખ્યત્વે સ્પેન અને પોર્ટુગલની એક પાશવી રમત છે. એમાં આખલાઓ મરે છે અથવા અપંગ થઈ જાય છે. (અને ક્યારેક રમનાર પણ મૃત્યુ પામે છે.) મરઘા-લડાઈ, સાપ-નોળિયાની લડાઈની જેમ આ આખલા-લડાઈ રમવાનો અને તે જોવાનો શોખ પાશ્ચાત્ય જગતમાં ઘણા માણસોને હોય છે. પરંતુ એમાં નિયતા રહેલી છે. આ આખલા રમતનો ચેપ ભારતમાં ગોવા વગેરે પ્રદેશમાં કેટલાકને લાગ્યો હતો, પરંતુ સદ્ભાગ્યે હમણાં તે કાનૂની કાર્યવાહીને કારણે બંધ થયો છે. - દુનિયા દિવસે દિવસે નાની થતી જાય છે. એથી એ કંદરે લોકોને ઘણા લાભ થયા છે. પરસ્પર સહાય ઝડપથી થઈ શકે છે. એક દેશની ચીજવસ્તુઓ બીજા દેશોમાં જઈ શકે છે. પરંતુ એની સાથે સાથે લોકોનો ખાદ્યપદાર્થો માટેનો શોખ પણ વધતો જાય છે. માંસાહારી ખાદ્યપદાર્થો પણ વાસી ન થાય રીતે પહોંચાડી શકાય છે. આથી જ ગૌમાંસની, માછલીઓની, દેડકાના પગની અને એવી બીજી ઘણી વસ્તુઓની નિકાસ ભારત કરવા લાગ્યું છે. બીજા દેશોનો શોખ સંતોષવા ભારત પશુઓની મોટે પાયે કતલ કરવા તરફ આગળ વધતું જાય છે. પછી તો રાષ્ટ્રની આવક કરતાં વ્યક્તિની આવકનું જ લક્ષ્ય મોટું બની જાય છે અને કમાવા નીકળેલો આંધળો માણસ ગમે તેવાં અકૃત્યો કરતાં અચકાતો નથી. ચીન અને કોરિયામાં ઉંદર અને સાપ ખાનારા લોકો ઘણા છે. ઈન્ડોનેશિયામાં હમણાં હમણાં લોકો કૂતરાનું માંસ ખાવા લાગ્યા છે. માંસાહારી પ્રજાઓમાં પણ ખાદ્યાખાદ્યનો વિવેક હણાતો જાય છે.
દુનિયામાં માંસાહારના કેટલાક શોખીનો હવે શાહમૃગના માંસના બંધાણી થવા લાગ્યા છે. એને લીધે શાહમૃગનો ઉછેર વધી ગયો છે. શાહમૃગ બહુ ઊંચું, ભરાવદાર શરીરવાળું, જવલ્લે જ ઊડી શકતું પણ ઘણું દોડી શકતું પક્ષી મુખ્યત્વે તો ગરમ પ્રદેશોમાં થાય છે. આથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org