________________
સ્વતંત્રતાનો સુવર્ણ મહોત્સવ છિન્નભિન્ન નહિ થાય એવી આશા જરૂર રાખી શકીએ કારણ કે ભારતે હજુ ધર્મને જીવનમાંથી તિલાંજલિ આપી નથી અને ભારતની સ્વતંત્રતાના પાયામાં પવિત્ર લોકોના જીવનનું બલિદાન રહેલું છે.
ભારતની સ્વતંત્રતાના સુવર્ણ મહોત્સવ પ્રસંગે એની સિદ્ધિ અને મર્યાદાઓનું સર્વેક્ષણ પ્રચાર માધ્યમો દ્વારા વિવિઘ દષ્ટિકોણથી કરવામાં આવ્યું છે. એટલે અહીં તો માત્ર થોડાક મુદ્દાઓ વિશે કેવળ મારા વિચારો રજૂ કરું છું.
ભારત, પાકિસ્તાન અને બંગલા દેશ એ ત્રણેમાં ભારત એવું નસીબદાર રહ્યું છે કે જ્યાં લશ્કરી સરમુખત્યારશાહી આવી નથી. ભારતીય સૈન્ય એની વિશિષ્ટ પરંપરા જાળવી રાખી છે, સીમાઓ સુરક્ષિત રાખી છે અને પોતાની કાબેલિયત બતાવી છે. ચીનના આક્રમણ વખતે સૈન્યની નહિ પણ સંરક્ષણ ખાતાની ગરબડોને લીધે ગફલતમાં રહેવાયું હતું. તે પછી ક્યારેય એવું બનવા પામ્યું નથી. ભારતીય સૈન્યની વર્તમાન સિદ્ધિઓ પ્રશસ્ય છે.
સ્વાતંત્ર્યના આ પચાસ વર્ષમાં પાકિસ્તાન કે બંગલા દેશે જે પ્રગતિ સાધી છે તેના કરતાં ભારતની પ્રગતિ વધુ સંગીન છે. શ્રીલંકા, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, કેનિયા, યુગાન્ડા, તાન્ઝાનિયા વગેરે નાના દેશો કરતાં પણ ભારતમાં વધુ વિકાસ જોવા મળશે. જેમણે આઝાદી પૂર્વેનું ભારત જોયું છે તેઓ જરૂર કહેશે કે ભ્રષ્ટાચારની વાત બાજુ પર રાખીએ તો ભારતની વિકાસયાત્રા એકંદરે સંતોષકારક ગણી શકાય એવી છે. અલબત્ત, જો વહીવટી કાર્યતંત્ર વધુ કાર્યક્ષમ હોત અને પ્રઘાનો, અમલદારો અને વહીવટી તંત્ર વધુ સ્વચ્છ હોત, રાજકારણમાં પડેલા નેતાઓ વધુ પ્રામાણિક, સમજદાર અને રાષ્ટ્રનિષ્ઠાવાળા હોત તો આથી પણ ઘણી બધી વધારે પ્રગતિ સાધી શકાઈ
હોત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org