________________
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦
ભારતની એક મોટી સમસ્યા તે વસતિ વધારાની છે. વધતી જતી વસતિને કારણે વિવિધ વિકાસલક્ષી યોજનાઓનાં આયોજનો પૂરાં સફળ થયાં નહિ. પંચવર્ષીય આયોજનો કરતી વખતે વસતિ વધશે એ મુદ્દાને જેટલો લક્ષમાં રખાવો જોઇતો હતો તેટલો રખાયો નહિ. હિંદુસ્તાનના ભાગલા પડ્યા તે વખતે ચાલીસ કરોડની વસતિમાંથી આશરે ત્રીસ કરોડ વસતિ ભારતની અને આશરે દસ કરોડની વસતિ પાકિસ્તાનની હતી. પરંતુ પચાસ વર્ષમાં ભારતની વસતિ ત્રીસ કરોડમાંથી નેવું કરોડ કરતાં વધુ થઇ ગઇ. ભારતમાં આઝાદી મળી ત્યારે પચાસ ટકાથી વધુ વસતિ ગરીબીની રેખા નીચે જીવતી હતી. દેશનો આર્થિક વિકાસ ખાસ કોઇ થયો નહોતો. પ્રજા ગરીબ હશે તો દબાયેલી રહેશે એવો સ્થાપિત સ્વાર્થ પણ બ્રિટિશ સરકારનો હતો. સ્વતંત્રતા મળ્યા પછીના દાયકામાં આર્થિક વિકાસના કાર્યક્રમો ઝડપથી લેવાયા અને ઠીક ઠીક પ્રગતિ થવા લાગી, પણ પછીથી વિકાસની ગતિ મંદ પડતી ગઇ. વિકાસકાર્યોનાં નાણાંની ઉચાપત થવા લાગી. અધૂરાં વિકાસ કાર્યોનો લાભ ગામડાંઓના ગરીબો સુધી જેટલો જોઇએ તેટલો પહોંચ્યો નહિ. પરિણામે ગરીબ પ્રજા એકંદરે ગરીબ જ રહ્યા કરી. આમ છતાં વિકાસ કાર્યો નથી થયાં એમ કહી શકાશે નહિ. પચાસ ટકા જેટલી વસતિ હાલ ગરીબીની રેખા નીચે જીવે છે એવી ફરિયાદ કરવામાં આવે છે. એ સાચી હોય તો પણ એનો અર્થ એ થયો કે પિસ્તાલીસ કરોડ કરતાં વધુ લોકો ગરીબીની રેખાની ઉપર છે. આઝાદી વખતે જે ત્રીસ કરોડની વસતી હતી તેની જગ્યાએ પચાસ વર્ષ પછી પિસ્તાલીસ કરોડ કરતાં વધુ લોકો સરેરાશ સારું જીવન ધોરણ ધરાવે છે. જો વસતિ વધારો મર્યાદિત રહ્યો હોત તો ભારતની સમગ્ર પ્રજા એકંદરે સુખી હોત એમ કહી શકાય.
દુનિયામાં સૌથી વધારે વસતિ ચીનમાં છે. વસતિમાં બીજે નંબરે ભારત આવે છે. ભારતની વસતિ એક અબજ સુધી પહોંચવા આવી
૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org