________________
સ્વતંત્રતાનો સુવર્ણ મહોત્સવ
૯૯ છે. પરંતુ ચીનમાં સામ્યવાદ છે. ભારતમાં લોકશાહી છે. એટલે દુનિયામાં લોકશાહી દેશોમાં પ્રથમ નંબરે ભારત આવે છે. સ્વતંત્રતા મળ્યા પછી પચાસ વર્ષ સુધી આ લોકશાહી ટકી રહી એ ભારતની મોટામાં મોટી સિદ્ધિ છે. અલબત્ત, લોકશાહી જે સ્વરૂપે વિકસવી જોઈએ તે સ્વરૂપે વિકસી નથી, તો પણ ભારતમાં લોકશાહીનાં મૂળ ઊંડા જતાં જાય છે એ ગૌરવ લેવા જેવી વાત છે. લોકશાહીના ઘણા લાભ છે. તેમ કેટલાક ગેરલાભ પણ છે. વિલંબ એ એનો મોટો દુર્ગુણ છે. ભારતમાં એ વધુ ઉગ્ર સ્વરૂપે છે, તો પણ એટલા ભોગે પણ લોકશાહી ઇચ્છવાયોગ્ય છે.
સ્વતંત્રતા પછી પંજાબ, ગુજરાત, કેરાલા, મહારાષ્ટ્ર વગેરે કેટલાંક રાજ્યોએ ઠીક ઠીક આર્થિક પ્રગતિ કરી છે. જો કે જે કરી છે તે સવશે સંતોષકારક તો ન જ કહેવાય. તો પણ ત્યાં ગરીબી અને બેકારીનું પ્રમાણ એકંદર ઓછું રહ્યું છે. બીજી બાજુ બિહાર, બંગાળ, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, આસામ, અરુણાચલમ, મિઝોરમ, નાગાલેન્ડ વગેરે કેટલાંક રાજ્યોમાં ગરીબી અને બેકારીનું પ્રમાણ ઘણું રહ્યું છે. એમાં પણ બિહાર જેવા રાજ્યોની સ્થિતિ તો ઘણી જ ગંભીર છે. બિહારના કેટલાયે ભાગોમાં ફરતા હોઈએ તો એમ ન લાગે કે આપણે આધુનિક ભારતમાં ફરી રહ્યા છીએ. ગામડાંઓમાં ઝૂંપડાંઓમાં રહેતી એ જ ગરીબ જનતા જોવા મળે.
બિહારમાં પ્રજા એટલી બધી ગરીબ છે, અને ગંદકી તથા ગેરશિસ્તનું પ્રમાણ એટલું બધું છે કે વાત ન પૂછો. એને લીધે તથા દારૂ વગેરેના વ્યસનોને લીધે ત્યાં ચોરી, લૂંટફાટનું પ્રમાણ પણ ઘણું બધું છે. નકસલવાદી પ્રવૃત્તિ પણ ત્યાં ચાલે છે. એથી કોઈ મોટા ઉદ્યોગો બિહારમાં સ્થાપવાની હિંમત કરી શકતું નથી. મારી નાખવાની ધમકીઓને કારણે વેપારીઓ પોતાના વેપારને સંકેલી લે છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org