________________
૧૦૦
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦
સ્થિતિ ઉત્તરોત્તર બગડતી જાય છે. ત્રણેક દાયકા પહેલાં બિહારની જે સ્થિતિ હતી તેના કરતાં હવે વધુ બગડી છે. ભ્રષ્ટાચાર, ગુંડાગીરી વગેરેનું પ્રમાણ ત્યાં બહુ જ વ્યાપક છે. પ્રધાનો, અધિકારીઓ, પોલીસો, એન્જિનિયરો, ડૉક્ટરો, વકીલો, શિક્ષકો અને ખુદ ન્યાયાધીશો ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે. બિહારની પરિસ્થિતિ માત્ર સરકારી આર્થિક સહાયથી સુધરે તેમ નથી. મારી દષ્ટિએ બિહારનું તંત્ર સુધારવા માટે સૌ પ્રથમ શિસ્તનું ધોરણ સ્થાપવું જોઈશે અને એ માટે બિહારમાં કેટલાંક લશ્કરી તાલીમ કેન્દ્રો સ્થાપવા જોઈએ. એ સ્થાપવાથી ટલાંક લોકોને રોજી મળશે. ફૌજી લોકોની શિસ્તનો પ્રજાના જીવન ઉપર પ્રભાવ પડશે. કેન્ટોન્મેન્ટ વિસ્તાર સ્વચ્છ અને સુરક્ષિત બનશે. ત્યાં સારા વેપારીઓ સલામતીપૂર્વક વેપાર કરી શકશે. તૈયાર થયેલા બિહારી સૈનિકો પોતાના રાજ્યમાં શિસ્તનું વાતાવરણ જન્માવશે. પાંચ પંદર વર્ષે તેનું સારું પરિણામ જોવા મળશે. આ પ્રયોગ કરી જોવા જેવો છે. પોલીસને ન ગાંઠતી પ્રજામાં અને ભ્રષ્ટ પોલીસોના રાજ્યમાં ફૌજી વાતાવરણથી જ સુધારા કરી શકાય.
આસામ, અરુણાચલમ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ વગેરે રાજ્યો દિલ્હીથી ઘણાં જ દૂર છે. પ્રજા એકંદરે ત્યાં ગરીબ છે અને ખેતીવાડી વગેરે દ્વારા પોતાનો જીવન ગુજારો કરે છે. ભારતની ભૌગોલિક આકૃતિ ત્રિકોણાકાર છે અને પાટનગર દિલ્હી તથા કેન્દ્ર સરકાર પંજાબ, રાજસ્થાન, ગુજરાત કે ઉત્તર પ્રદેશને જેટલાં નજીક લાગે છે તેટલાં નજીક આસામ વગેરે રાજ્યોને લાગતાં નથી, તેઓ જાણે મૂળ પ્રવાહ (Main stream)થી છૂટા પડી ગયા હોય તેવું અનુભવે છે. દક્ષિણ ભારતનાં આંધ્ર, કેરાલા અને તામિલનાડુ વગેરે રાજ્યો સાથે આઝાદી પૂર્વે પણ ટ્રેન વ્યવહાર વગેરેને કારણે અવરજવરનું પ્રમાણ વધુ રહ્યું છે. પરંતુ પૂર્વનાં રાજ્યો સાથે હળવાભળવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org