________________
સ્વ. પંડિત પનાલાલ જ. ગાંધી
૧૪૭ - ઈ. સ. ૧૯૮૨માં જૈન યુવક સંઘનું પ્રમુખપદ માટે સ્વીકારવાનું આવ્યું ત્યારે સંઘની વિવિધ પ્રવૃત્તિઓ ચાલુ કરવાનાં સૂચનોમાંનું એક સૂચન સંઘના ઉપક્રમે આધ્યાત્મિક વિષયના વર્ગો ચાલુ કરવાનું હતું. મારા મિત્ર શ્રી પ્રવીણભાઈ મંગળદાસે એ માટે પંડિત પનાભાઈનું નામ સૂચવ્યું, કારણ કે એમના જમાઇ શ્રી સૂર્યવદન ઝવેરી પનાભાઈના ઘરે ચાલતા સ્વાધ્યાય વર્ગમાં નિયમિત જતા હતા. એક દિવસ હું પનાભાઈને ઘરે પહોંચ્યો. મારો પરિચય આપ્યો અને ચોપાટીના ઉપાશ્રયે મળેલા એ જૂની સ્મૃતિ તાજી કરાવી. મારાં પત્ની તારાબહેન ધ્રાંગધ્રાના વતની છે અને ત્યાં સકળશા શેરીમાં એમનું પિયર છે એ જાણીને એમને આનંદ થયો. એમણે બહુ સરળતાથી અમારું નિમંત્રણ સ્વીકાર્યું અને સંઘના કાર્યાલયમાં આધ્યાત્મિક વિષયના સ્વાધ્યાય વર્ગો ચાલુ થયા. ત્રણેક મહિના દર ગુરુવારે બપોરે એમણે આ રીતે સેવા આપી હતી.
પનાભાઇ ગોળદેવળથી શ્રીપાળનગર રહેવા આવ્યા. ત્યાં તેઓ પોતાના ઘરે સવારે કે બપોરે નિયમિત નિઃશુલ્ક સ્વાધ્યાય ઘણાં વર્ષ સુધી કરાવતા રહ્યા હતા. મૂર્તિપૂજક અને સ્થાનકવાસી સાધુ-સાધ્વીઓ પણ એમના સ્વાધ્યાયમાં આવીને બેસતાં. કેટલાયની શંકાઓનું સમાધાન તરત તેઓ કરી આપતા. પોતાને કંઈક પૂછવું હોય તો તેઓ પનાભાઈ પાસે પહોંચી જતાં. હું પણ કોઈ કોઈ વખત એ રીતે જતો, પરંતુ વિશેષ તો રાત્રે નવ-દસ વાગે અઠવાડિયામાં એક-બે વખત જતો કે જ્યારે એમની સાથે નિરાંતે એકલા બેસી શકાય.
પનાભાઈ સાથે પછીથી એટલી આત્મીયતા થઈ હતી કે તેઓ અમારી સાથે જૈન સાહિત્ય સમારોહમાં પણ આવવા લાગ્યા હતા. પાલનપુર, પાલીતાણા, બોંતેર જિનાલય (કચ્છ), ચારૂપ વગેરે સ્થળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org