________________
૧૪૮
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ તેઓ આવ્યા હતા અને એમની જ્ઞાનગોષ્ઠીનો લાભ સૌને મળ્યો હતો. તેઓ કોઈ નિબંધ લખીને લાવતા નહિ, પરંતુ મૌખિક વક્તવ્ય આપતા. એમના વક્તવ્ય માટે અમે ખાસ જુદી બેઠક રાખતા. ૧૯૮૬માં પાલનપુરમાં તેઓ વિભાગીય બેઠકના અધ્યક્ષ હતા. ચારૂપની બેઠકમાં પ. પૂ. શ્રી જંબુવિજયજી મહારાજે એમને સાંભળ્યા પછી પનાભાઈને ફરીથી સાંભળવા માટે પોતાની ઈચ્છા દર્શાવી હતી અને એ પ્રમાણે પાછળથી ફરીથી ચારૂપ જઈને એ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
પાલીતાણામાં એમના વક્તવ્ય વખતે સાધુ-સાધ્વીનો વિશાળ સમુદાય એમને સાંભળવા માટે એકત્ર થયો હતો. કચ્છમાં એમને માટે અલગ બેઠક રાખવામાં આવી હતી. ત્યાં પણ સાધુ-સાધ્વીઓએ એમને ફરીથી કચ્છમાં બોલાવવા માટે જાહેરમાં માગણી કરી હતી.
પનાભાઈ ઘરમાં એકલા રહેતા, પણ આખો દિવસ સતત કોઈ ને કોઈ એમને મળવા આવ્યું હોય. આવે એટલે જ્ઞાનગોષ્ઠી ચાલુ થાય. વર્ષોના અનુભવને લીધે તત્ત્વજિજ્ઞાસુ માણસને પારખવાની એમનામાં શક્તિ હતી. માત્ર દલીલબાજી કરવા આવેલા માણસની ખબર પડે કે તરત તેઓ મૌન થઇ જઇ પછી બીજા વિષયની વાત કરતા. જ્યારે કોઈપણ ન હોય ત્યારે તેઓ પોતાના આત્મસ્વરૂપમાં મસ્ત બનતા. રોજ અમુક નિશ્ચિત કરેલો મંત્રજાપ અચૂક કરી જતા. તેઓ પાર્શ્વનાથ અને પદ્માવતી માતાનો જાપ કરતા. તેવી રીતે માણિભદ્રવીરનો જાપ કરતા. રોજ સવારે સ્નાન વગેરેથી પરવારીને જિનપૂજા કરવા જતા. એમનો રોજનો ક્રમ બરાબર ગોઠવાઈ જતો.
પનાભાઈ લગભગ પાંચ દાયકા જેટલાં વર્ષો મુંબઈમાં એકલા રહ્યા, પણ હાથે રસોઈ કરી નહોતી કે લોજ-વીશીમાં જમવાનું બંધાવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org