________________
૫૪
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦
જાગૃતિ આણવાની જરૂર છે. પોતાના ન વાપરવાથી રેશમ કે મોતીનો વેપાર બંધ થવાનો નથી, પરંતુ એ પાપમાં પોતે ભાગીદાર થવું નથી એવો નિર્ણય પણ હિતકારક બની રહે છે.
સાબુ, ટૂથપેસ્ટ, પાવડર, લિપસ્ટિક, શેમ્પ,લોશન વગેરેનો વપરાશ દુનિયાભરમાં વધતો ચાલ્યો છે. નવી નવી ફોર્મ્યુલા બનાવી નવી નવી બ્રાન્ડની વસ્તુઓ દેશવિદેશની જુદી જુદી કંપનીઓ તરફથી બજારમાં ઠલવાય છે. કેટલીક કંપનીઓના સાબુમાં પશુઓની ચરબી, પશુના હાડકાંનો પાવડર, ગ્લિસરીન વગેરે પદાર્થો વપરાય છે અને તે તે પદાર્થોને મેળવવા માટે પશુઓને મારવામાં આવે છે. એવી જ રીતે ટૂથપેસ્ટમાં પણ પશુઓના હાડકાંનો પાવડર અને પશુઓમાંથી મેળવેલ ગ્લિસરીન વપરાય છે. એટલે આ બાબતમાં સજાગ અને સાવધ રહેવા માગતા માણસે તો જે જે કંપનીઓ પોતાના ઉત્પાદનમાં પશુઓના પદાર્થો વાપરતી નથી તે તે કંપનીઓનાં જ સાબુ, ટૂથપેસ્ટ વગેરે વાપરવાં જોઈએ. શેમ્પમાં ઇંડાનો રસ વપરાય છે. તે અંગે પણ સજાગ રહેવાની જરૂર છે. તદુપરાંત આ બધી વસ્તુઓ તૈયાર કરવા માટે વાંદરા, સસલા, ઘેટાં વગેરે ઉપર ક્રૂર પ્રયોગો કરવામાં આવે છે, જેમકે લિપસ્ટિક બાળક કે અન્ય કોઈ ભૂલથી ખાઈ જાય અથવા લિપસ્ટિક હોઠે લગાડતાં નાનો ટુકડો મોંઢામાં ચાલ્યો જાય તો તેની વિપરીત શી અસર શરીર પર થાય છે તે જાણવા માટે વાંદરાઓનું મોટું બળજબરીથી ખોલીને આખી લિપસ્ટિક તેને ખવડાવી દેવામાં આવે છે અને બીજે દિવસે તેનું પેટ ચીરીને તપાસવામાં આવે છે કે લિપસ્ટિકની તેના શરીરમાં કેવી અસર થઈ છે. એવી જ રીતે શેમ્પ વગેરેના પ્રયોગો પ્રાણીઓની આંખમાં નાખીને કરવામાં આવે છે. કેટલાક દેશોમાં પ્રાણીઓ પર આવા પ્રયોગો કરવા પર પ્રતિબંધ છે અને પોતાની વસ્તુ પર “Not tested on animals એવું લખવું પડે છે. ભારતમાં પ્રાણીઓ પ્રત્યે નિર્દયતા બતાવવા પર પ્રતિબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org