________________
પશુહિંસાનું વિસ્તરતું ક્ષેત્ર
૫૫
છે, છતાં એ કાયદાનો જેવો અમલ થવો જોઈએ તેવો થતો નથી. શ્રીમતી મેનકા ગાંધીએ એ અંગે લોકોમાં જાગૃતિ આણવા માટે વાસ્તવિક દશ્યોની ફિલ્મ પણ ઉતારી છે અને એનાં કેટલાંક દશ્યો ટી.વી. પર પણ બતાવવામાં આવે છે. જાહેર માધ્યમો દ્વારા આ વિશે લોકોને સાચી જાણકારી આપી હોય તો તેથી ઘણો ફરક પડે છે. ધંધાદારી કંપનીઓ તો તે વિશે ગ્રાહકોને અંધારામાં રાખવા ઇચ્છે એ દેખીતું છે.
સમગ્ર દુનિયામાં પાંચ ટકા જેટલા લોકો પણ શાકાહારી નથી, તો પછી હિંસાની ફરિયાદ કરવાનો અર્થ શો ? પશુહિંસા કુદરતી રીતે જ રહ્યા કરવાની. પરંતુ આમાં સવાલ માત્ર ટકાવારીનો જ નથી. દુનિયામાં વધતી જતી પશુહિંસાથી જે અસમતુલા સર્જાઈ રહી છે તે ભયંકર છે. મનુષ્ય દિવસે દિવસે નિષ્ફર અને નિષ્ફર થતો જતો રહેશે તો એનું ભાવિ પરિણામ ઘણું ભયંકર આવવાનો સંભવ છે. વળી જે શાકાહારીઓ છે તેઓને પણ ઘણીવાર ખબર નથી હોતી કે પોતે ક્યાં અને ક્યારે મારેલાં પશુઓના પદાર્થોની સેળભેળનો અજાણતાં ભોગ બન્યા છે.
એક અભિગમ એવો છે કે આખી દુનિયાને સુધારી નહિ શકાય, માટે પોતાની જાતને સુધારવી એ જ મહત્ત્વની વાત છે. જેઓ નિર્દોષ છે અને નિર્દોષ રહેવા ઇચ્છે છે તેમને પોતાને યોગ્ય અનુકૂળતા મળી રહેવી જોઈએ.
જીવદયાના સંસ્કાર એ મનુષ્યના મૂળભૂત સંસ્કાર છે. એ જેટલા વધુ પ્રમાણમાં અને વધુ સમય સચવાશે અને ટકી રહેશે તેટલાં તે માનવજાતના હિત માટે જ થશે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org