________________
પશુહિંસાનું વિસ્તરતું શેત્ર
૫૩ વસ્ત્ર બને છે. રસોઈ કરતી વખતે આંગળીનું ટેરવું જરાક દાઝી જય તો ચીસાચીસ થઇ જાય છે. એવો અનુભવ કરનારી બહેનોને ખદખદતા પાણીમાં જીવતા કોશેટાને નાખવામાં આવે ત્યારે એને શું થતું હશે તેનો વિચાર રેશમી સાડી પહેરતી વખતે નથી આવતો. આપણી સંવેદનશીલતા બુઠ્ઠી થઈ ગઈ છે. દેખાદેખીનું પ્રમાણ વધતું જાય છે. રેશમી વસ્ત્ર પહેરવાથી પ્રસન્નતા વધે છે, મનના ભાવો સારા રહે છે એવા બહાના હેઠળ ધર્મક્રિયાઓમાં રેશમી વસ્ત્ર પહેરાય છે, પરંતુ એમાં દંભ અને લૂલો બચાવ જોવા મળે છે. હવે જ્યારે આર્ટસિલ્ક અને એવાં બીજાં કાપડ મળતાં થયાં છે ત્યારે રેશમી વસ્ત્ર ન પહેરવાનો અને નવું ન ખરીદવાનો નિયમ, વિશેષતઃ જૈનોએ તો લઈ લેવો જ જોઇએ.
જેમનો રેશમ પહેરવાનો આગ્રહ હોય તેઓને જો અહિંસક રેશમ જોઈતું હોય તો ગુજરાતમાં હવે “એરી'નામનું રેશમ બનાવવાનું ચાલુ થયું છે. એરંડાનાં ફૂલ જે રેશમના તાંતણા જેવા તાંતણા ધરાવે છે અને હવામાં ઊડ્યા કરે છે તે મોટા પ્રમાણમાં ઉગાડી એ તાંતણામાંથી હવે રેશમ બનાવવામાં આવે છે. એ અહિંસક રેશમના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા જેવું છે.
મોતી સાચાં હોય કે કલ્ચીં, પરંતુ એ મેળવવા માટે માછલીને મારવી જ પડે છે. માછલી દરિયામાં કુદરતી રીતે મૃત્યુ પામી હોય અને એ પછી એના શરીરમાંથી મોતી નીકળીને છીછરા પાણીમાં પડ્યું હોય અને મરજીવા ડૂબકી મારીને તે લઈ આવે એ પ્રાચીન જમાનો તો ક્યારનો ય અદશ્ય થઈ ગયો છે. હવે તો મોતી પકવવા માટે અને પાકેલું મોતી મેળવવા માટે રોજની કરોડો ઓઇસ્ટર માછલીઓને મારવામાં આવે છે. અહિંસાની ભાવના જેમના હૃદયમાં વસી છે એવા જૈનોમાં વિશેષતઃ મહિલાઓમાં તે અંગે જાણકારી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org