________________
૧૩૮
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦
એક અંગકુ નેહરુ મૂરષિ મધુકરિ કીનું રે કેતકીકે મનહીં નહીં ભમર મરિ રસ-વીણું રે પ્રીતિ એકંગી જઈ કીજિ, તું સબ કિછૂ ન લૂહીં રે, હોઅ ચકોર દોષત રહઈ ચાંદુ સુથિર ન રહાઈ રે. સૂર કમલકો સોસહી, કમલ સુર-મુષ જોવિ રે એક અંગકઈ નેહર, રંગ કિ નહીં હોવઇ રે. નેહ એકંગ ન કીજઇ, જિઉં ચાતક ધન-નીરો રે,
સારંગ પીઉં પીલ મુષિ બોલિ, મેહ ન જાનઈ પીરો રે. કોશા સ્થૂલિભદ્રને આકર્ષવાના પ્રયાસો કરે છે. પૂર્વે કેવા કેવા મોટા મોટા મહાત્માઓ, અરે ખુદ શંકર ભગવાન, કૃષ્ણ ભગવાન, વિશ્વામિત્ર, પારાશર, નંદીષેણ, રથનેમિ વગેરે સ્ત્રીને વશ થઈ ગયા છે તેનાં દષ્ટાન્તો તે આપે છે, પરંતુ સ્થૂલિભદ્રને અણનમ રહેલા જોઇને તે એમને નમી પડે છે. સ્થૂલિભદ્રના ઉપદેશથી તે શ્રાવિકા તરીકે વ્રત અંગીકાર કરે છે :
યૂલિભદ્ર મુનિ ઉપદેટ્યુ દેસવિરસિ તિણિ લીણી રે, જિન લિષમીકે નંદના વેશ્યા શ્રાવિકા કીની રે. ચાતુર્માસ પછી સ્થૂલિભદ્ર, ગુરુ મહારાજ પાસે જાય છે ત્યારે તેઓ દુષ્કર દુષ્કર' કહીને સ્થૂલિભદ્રને વધાવે છે. પરંતુ સિંહગુફાવાળા મુનિ દ્વેષ કરે છે ત્યારે બીજા ચાતુર્માસમાં ગુરુ એમને કોશાને ત્યાં મોકલે છે. પરંતુ કોશાને જોતાં જ તેમની શુદ્ધબુદ્ધ રહેતી નથી. કોશા એમને કહે છેઃ
કોશા કહિ ન માનીઈ ધન વિણ બહાં કોઈ રે ધરમલાભ કહી નાહી, અરથલાભ બહાં હોઇ રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org