________________
સ્થૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો
૧૩૭
સ્થૂલિભદ્રનું આગમન થતાં શણગાર સજીને તૈયાર થયેલી કોશાનું શબ્દચિત્ર દોરવામાં કવિએ વિવિધ ઉપમાઓ પ્રયોજી છે. એથી કવિનું વર્ણન શૃંગારરસિક બન્યું છે.
કાનહિ કુંડલ ધારતી, જાનુ મદનકી જાલી રે, સ્પામ ભુજંગી યૂ વેણી, યૌવન ધન રખવાલી રે.
X
X
X
કુચ ઉપરિ નવસર વધ્યુ, મોતીહાર સોહાવઇ રે, પરબત ર્તિ જન ઊતરતી, ગંગા નદી જલ આવઇ રે.
X
X
*
રોમાવલિ રેષા વણી, જાનુ કી દીસિ થંભો રે, કુચભારિ નમસઈ કવઈ યાણિ કિ દીઉ ઉઠંભો રે.
આમ કોશાના કેશ, કપાળ, અધર, દાંત, નયન, ભ્રમર, કાન, જાનુ, ચોટલો, કુચ, રોમાવલિ, નાભિ, કટિ, ચરણ એમ મસ્તકથી ચરણ સુધીનાં અંગાંગોનું કેટલુંક પરંપરાનુસારી અને કેટલુંક મૌલિક વર્ણન કવિએ અહીં કર્યું છે.
કોશાનો પ્રેમ સ્થૂલિભદ્ર માટે છે, પરંતુ સ્થૂલિભદ્રે પંચ મહાવ્રત અંગીકાર કરેલાં હોવાથી કોશા હવે તેમને માટે પ્રિયતમા રહી નથી. એટલે જે પ્રણયભાવ છે તે તો ફક્ત કોશાનો જ છે. આ તક ઝડપીને કવિ એકપક્ષી પ્રેમ કેવો હોય છે અને તેનાં કેવાં પરિણામો આવે છે તે વિશે સુંદર દૃષ્ટાન્તો આપે છે :
એક અંગકઇ નેહરઇ, છૂ ન હોવઇ રંગો રે;
દીવા કે ચિત્તિમાંહે નહીં, જલિ જલિ અરિ પતંગો રે. રે મન, પ્રીતિ ન કીજીઇ, કીજઇ એકંગી કાહો રે; પાણીકે મનહીં નહીં, મીન મરિ ણિ માહિઉ રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org