________________
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦
માલદેવકૃત ‘સ્થૂલિભદ્ર ફાગ'માં એની રચનાસાલ આપી નથી, પરંતુ એની એક હસ્તપ્રત વિ.સં. ૧૬૫૦માં લખાયેલી મળે છે. એટલે કવિએ આ ફાગુકાવ્યની રચના વિ.સં. ૧૬૫૦માં અથવા તે પૂર્વે કરેલી હોવી જોઇએ એ સ્પષ્ટ છે.
૧૩૬
આ સ્થૂલિભદ્ર ફાગુની રચના કવિએ સળંગ એક જ દેશીમાં, ૧૦૭ કડીમાં કરી છે. કાવ્યની પ્રથમ કડીમાં કવિએ પોતાની કૃતિને ‘ફાગ’ તરીકે ઓળખાવી છે.
પાસ જિણંદ જુહારીઇ, સમરું સારદ માયા રે, ગાઉં ફાગ સોહામણું થૂલિભદ્ર મુનિરાયા રે.
કવિ માલદેવમુનિએ ‘સ્થૂલિભદ્ર ફાગ'માં સ્થૂલિભદ્રના જીવનવૃત્તાંતનું સંક્ષેપમાં સાદ્યંત નિરૂપણ કર્યું છે. સ્થૂલિભદ્ર વિશેની અન્ય ફાગુ કૃતિઓમાં આટલી બધી વિગતો સાથે કથાનું નિરૂપણ થયેલું નથી. કવિનો ઉપક્રમ જ જાણે ફાગુને નિમિત્તે કથાનિરૂપણ કરવાનો હોય એમ જણાય છે. આરંભની બીજી કડીની માંડણી જ એ પ્રકારની થઇ છે. જુઓઃ
પાડલપુર રુલીઆમણું નંદ કરિ તિહાં રાજો રે; લોક પ્રજા સવ્વ સુખઇ સિ, સાર સહુનાં કાજોરે.
કવિ વરરુચિ પંડિતનો, શ્રીયકના વિવાહનો, શકટાલના મૃત્યુનો, સ્થૂલિભદ્રને મંત્રી થવા માટેના નિયંત્રણનો એમ એક પછી એક પ્રસંગનું સંક્ષેપમાં ઉપમા, દષ્ટાન્નાદિ સાથે વર્ણન કરતા જાય છે. ત્રીસ કડી સુધી આ રીતે સ્થૂલિભદ્રનો પૂર્વ વૃત્તાન્ત આવે છે. સ્થૂલિભદ્ર ગુરુની આજ્ઞા લઇ કોશાને ઘરે આવે છે. એ પ્રસંગ ૩૦મી કડીથી શરૂ થાય છે. સ્થૂલિભદ્ર ચાતુર્માસમાં કોશાને ઘરે આવ્યા છે એટલે કવિએ ત્રણેક કડીમાં વર્ષાઋતુનું વર્ણન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org