________________
સ્થૂલિભદ્ર વિશે ફાગુમાવ્યો
* ૧૩૫ કવિનું શબ્દો પરનું પ્રભુત્વ અસાધારણ છે. આન્તર્યમક, અંત્યાનુ પ્રાસ ઉપરાંત વર્ણાનુપ્રાસ, પંક્તિઓને કિલષ્ટ કે કૃત્રિમ બનાવ્યા વિના કવિ સહજ રીતે પ્રયોજી શકે છે. નીચેની ચાર પંક્તિઓમાં “વથી શરૂ થતાં શબ્દોની કેવી સરસ લીલા કવિએ દાખવી છે !
વઈરીડા વયર વલઇ ઘણુ, વિસમી વાટ વિદેશ, વિસમુ વાલિભ વેધડુ, ઈમદિન જાઈ આદેશ. વાઇ વિણ નવિ વેદન ન વરી વારો વારિ;
વ્યસનીની વ્યાખ્યું વેધડો વાલ્હા વિણ ન રહાઈ. ઉપમા, રૂપકાદિ અલંકારોથી મંડિત, નિર્ભેળ કાવ્યગુણથી ઓપતી આ ફાગુકૃતિ સ્થૂલિભદ્ર વિશેનાં ફાગુકાવ્યોમાં જુદી જ ભાત પાડે છે. (૪) માલદેવકૃત ધૂલિભદ્ર ફાગ
ધૂલિભદ્ર ફાગ'ના કર્તા માલદેવ મુનિ વિક્રમના સત્તરમા શતકના પૂર્વાઈના કવિ છે. તેઓ વૃદ્ધ તપગચ્છના આચાર્ય શ્રી ભાવદેવસૂરિના શિષ્ય હતા. મધ્યકાળના કેટલાક સમર્થ જૈન કવિઓમાં કવિ માલદેવની ગણના થાય છે. કવિ ઋષભદાસે પોતાના કુમારપાળ રાસમાં માલદેવનો માનપૂર્વક ઉલ્લેખ કર્યો છે. માલદેવની કાવ્યરચનાઓમાં સુભાષિતો ઠીક ઠીક પ્રમાણમાં આવે છે. એમનાં સુભાષિતો અન્ય કવિઓએ પણ પોતાની કૃતિમાં ઉતારેલાં છે.
કવિ માલદેવમુનિએ આ ફાગુકાવ્ય ઉપરાંત વીરાંગદ ચોપાઇ, પુરંદર ચોપાઈ, ભોજ-પ્રબંધ “વિક્રમચરિત્ર' પંચદંડ કથા, દેવદત્ત ચોપાઈ, પારથ ચોપાઇ, સુરસુંદરી ચોપાઇ, માલદેવ શિક્ષા ચોપાઈ, રાજુલ નેમિનાથ ઘમાલ, શીલ બત્તીસી વગેરે કૃતિઓની રચના કરી છે. એમની કૃતિઓ પરથી જોઈ શકાય છે કે તેઓ સમર્થ રાસકવિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org