________________
૧૩૪
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦
સખી મુઝ ન ગમઈ ચંદન, ચંદ ન કરતું રે સંતોસ; કેલિ મ વીઝસ હો સહી,
સહી ન સમઈ અમ દોસ. વિરહની વ્યથામાં નાયિકાને ચેન પડતું નથી. એથી તે થોડીવાર ઘરમાં અને થોડીવાર બહાર આંગણામાં પ્રિયતમના આમગનની રાહ જોતી ફરે છે. કવિએ “ઓરડ” અને “રાતડી' શબ્દનો ઉપયોગ શ્લેષથી કરીને નાયિકાની વિરાવસ્થાનું સચોટ, સજીવ ચિત્ર ખડું કર્યું છે.
ખિણિ અંગણિ ખિણિ ઊભી ઓરડઇ, પ્રિઉડા વિના ગોરી ઓ રડઇ; ઝૂરતાં જાઈ દિન રાતડી,
આંખિ હુઈ ઉજાગરઈ રાતડી. કવિની કલ્પનાશક્તિનો નીચેની પંક્તિઓમાં સુંદર પરિચય મળી રહે છે. નાયિકા કહે છે કે જો હું પંખિણી હોતતો ઊડીને પ્રિયતમ પાસે પહોંચી જાત. જો હું ચંદન હોત, ફૂલ હોત કે તંબોલ હોત તો પણ મને પિયુની સાથે રહેવા મળત. કવિ લખે છેઃ
હું સિઈ ન સરજી પંખિણિ, જિમ ભમતી પ્રીલ પાસિ, હું સિકં ન સરજી ચંદન, કરતી પ્રિયતનુ વાસ. હું સિકં ન સરજી ફૂલડાં, લેતી આલિંગણ જાણ '
મુહિ સુરંગ જ શોભતાં હું સિઈ ન સરજી પાન. નાયિકાની આ ઉક્તિમાં “હું સિઉન સરજી' એ શબ્દો ચારે ચરણમાં કવિએ દોહરાવ્યા છે, પહેલા ત્રણ ચરણના આરંભમાં અને ચોથા ચરણમાં અંતે. એ રીતે નાયિકાની વેદનામાંથી પ્રગટેલી કલ્પનાશીલતા દ્વારા એની વેદના કેટલી ઉત્કટ છે તે દર્શાવાઇ છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org