________________
સ્થૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો
૧૩૩ કઠિન કંત કરિ આલિ જગાવઇ, ઘડી ઘડી મુઝ સુહાઈ આવઈ જબ જોઉં તબ જાઇ નાસી,
પાપીડા મુઝ ઘાલિ મ ફાંસી. વિરહિણી નાયિકાનો દેહભૂખ, તરસ, અનિદ્રાદિને કારણે કેવો ક્ષીણ થતો જાય છે તેનું તાદશ ચિત્ર દોરતાં કવિ નાયિકાના જ મુખમાં નીચેની ઉક્તિ મૂકે છે:
મૂરિ મૂરિ પંજર થઈ સાજન તાહરઈ કાજિ નીંદ ન સમરું, વીંઝડી ન કરઈ મોરી સાર ભૂખ તરસ સુખ નીંદડી, દેહ તણી સાન વાન;
જીવ સાષિઈ માં તુઝ દેઉં થોડાં ઘણું જાણિ. વળી, વિયોગના દુઃખથી પોતાનો દેહ કેવો ફિક્કો પડી ગયો છે તે બતાવતાં નાયિકા નાયકને ઉદ્દેશીને બોલે છે,
દેહ પંડર મઈ વિયોગિઈ બઈદ કહઈ એહનઈ પિંડરોગ; તુઝ વિયોગિ જે વેદન મઈ સહી,
સજનીયા તે કણ સકઈ કહી. આમ, વિરહિણી નાયિકા સ્વગતોક્તિ દ્વારા, સખીને સંબોધન દ્વારા, પ્રિયતમને ઉપાલંભ દ્વારા, આત્મનિવેદન દ્વારા એમ વિવિધ પ્રકારે પોતાની વિરહવ્યથાને અભિવ્યક્ત કરે છે. વિરહવેદનાની ઉત્કટતા જે ભિન્નભિન્ન રીતે કાવ્યમાં વર્ણવાઈ છે એમાં કવિની કવિત્વશક્તિનાં સુભગ દર્શન થાય છે.
વિરહિણી કોશાનો વિરહાગ્નિ વધે છે ત્યારે એને ચંદનનો લેપ કે ચંદ્રનાં કિરણોથી શાતા વળતી નથી. કવિએ શ્લેષયુક્ત પ્રયોજેલીનીચેની પંક્તિઓમાં નાયિકાની વિરહવેદનાને વાચા અપાઈ છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org