________________
૧૩ર.
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦.
વર્ણન કરવાનું સ્વીકાર્યું કે જેથી ફાગુની અંદર વસંતઋતુનું વર્ણન સંભવી શકે. આ રીતે આ કાવ્યમાં વસંતના વર્ણન વડે “ફાગુ' નામને કવિએ સાર્થક કર્યું છે.
આ ફાકાવ્યમાં કવિએ વિરહિણી નાયિકાની અવસ્થા અને માનસિક વ્યથાનું જીવંત નિરૂપણ થયું છે. આ નિરૂપણમાં કોઇ ધાર્મિક કે સાંપ્રદાયિક પ્રભાવ પડ્યો નથી. એટલે નિર્ભેળ કાવ્યકલાની દષ્ટિએ પણ તેનું મૂલ્ય ઘણું છે. એથી જૈન-અજૈન એવી સર્વ ફાકૃતિઓમાં તે મહત્ત્વનું સ્થાન અધિકારપૂર્વક પ્રાપ્ત કરી શકે છે. વસંત ઋતુમાં નાયિકાનો વિરહ વધવાનાં નિમિત્તોનું વર્ણન કરતાં કવિ લખે છે :
વનસ્પતી સવિ મોહરી રે, પસરી મયણની આણ;
વિરહીનઈ કાંઉ કહેલ કરઇ, કોયલિ મૂકઈ બાણ.
તરુવર વેલિ આલિંગન, દેષિય સીલ સલાય;
ભરયૌવન પ્રિય વેગલ, ખિણ ન વિસરિઓ જાઈ.
પોતાના હૃદયમાં વસેલા સ્થૂલિભદ્ર માટેનો કોશાનો પ્રેમ એટલો બધો ગાઢ છે કે દિવસ રાત વિરહણી કોશાને સ્થૂલિભદ્રના જ વિચારો આવે છે. રાતના ઊંઘ આવે એટલી વાર જ તે વિસરાય છે. પણ પાછું સ્વપ્ન ચાલુ થતાં એમાં સ્થૂલિભદ્ર જ દેખાય છે. તે પોતાના સ્વપ્નનો અનુભવ વર્ણવતાં કહે છે :
તે સાજન કિમ વીસરાઈ જસ ગુણ વસિયા ચિંતિ, ઊંઘમાંહિ જુ વીસરાઇ, સુહણામાંહિ દીસંતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org