________________
સ્થૂલિભદ્ર વિશે ફાગુમાવ્યો
૧૩૧ કોશ્યા વેધ વલૂધડી, એમ ઓલંભા દેઈ, એહવઈ ગુરુ આદેશડઈ થૂલિભદ્ર મુનિ આવેછે. કત દેશી કોશ્યા કૂબડી હઈડા કમલ વિકાસ, જિમ વનરાઈ માધવઓ, પામી અધિક ઉલ્લાસ. આ ફાગુકાવ્યની રચના કવિએ માત્ર દૂહા કે રોળામાં ન કરતાં વિવિધ છંદમાં કરી છે. દૂહા, ફાગની ઢાલ, કાવ્ય, ચાલ વગેરેમાં આ રચના થયેલી છે, ભાવ અનુસાર છંદવૈવિધ્ય આ ફાગુની એક મહત્ત્વની સિદ્ધિ છે.
આ ફાગુકાવ્યના આરંભમાં કવિએ વસંત ઋતુનું આંતરયમયુક્ત લાક્ષણિક વર્ણન કર્યું છે. જેનો પતિ પરદેશ ગયો હોય એવી નાયિકાને વસંતઋતુ સંતાપ કરનાર છે એમ કહી કવિએ વિપ્રલંભ શૃંગારનું સૂચન કર્યું છે.
ઋતુ વસંત નવયૌવનિ, યૌવનિ તરુણી વેશ, પાપી વિરહ સંતાપઈ, તાપઈ પિઉં પરદેસ. ઋતુ વસંત વનિ ગહગહી, પ્રેમકુંપળ કુસુમાવલિ મહમહી, મલયા વાય મનોહર વાઈ, પ્રિનિલે ઊડી મલઉં ઇમ થાઈ.
સ્થૂલિભદ્ર અને કોશા વિશેના અન્ય ફાગુકાવ્યોમાં મુખ્યત્વે સ્થૂલિભદ્ર જ્યારે ચાતુર્માસ માટે કોશાને ઘરે પધારે છે એ સમયનું વર્ણન છે. એમાં વસંતઋતુ નહિ પણ વર્ષાઋતુનું આલેખન કરવું પડે એ સ્વાભાવિક છે. સ્થૂલિભદ્ર અને કોશાના પૂર્વના પ્રણય-જીવનમાં ફાગુકાવ્યને નિમિત્તે વસંતઋતુનું વર્ણન આલેખી શકાય, પરંતુ જૈન સાધુકવિઓને એ પ્રકારનું મિલનના શૃંગારરસનું આલેખન અભિપ્રેત હોઈ ન શકે. કવિ જયવંતસૂરિએ એમાંથી રસ્તો કાઢ્યો છે. એમણે મુનિ સ્થૂલિભદ્ર પાછા પધારે છે એ પહેલાંની કોશાની વિરહાવસ્થાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org