________________
૧૩૦
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦
રચના, સીમંધર ચંદ્રાઉલા નામની ૨૧ કડીની રચના તથા લોચનકાજલ સંવાદ નામની ૧૮ કડીની રચના કરી છે.
આમ સ્થૂલિભદ્ર વિશે જયવંતરિએ એક ફારું કાવ્ય અને એક મોહનવેલ એમ બે રચના કરેલી મળે છે. ફાગુની રચનાસાલ જાણવા મળતી નથી પણ એમાં એમણે પોતાનો ઉલ્લેખ જયવંતસૂરિ તરીકે કરેલો છે એટલે આ કૃતિ તેઓ આચાર્ય થયા તે પછીથી લખાયેલી છે એ સુનિશ્ચિત છે. એમની પરિણત પ્રજ્ઞાનો લાભ આ કૃતિને મળેલો છે. (આ ફાગુકાવ્ય ડૉ. ભોગીલાલ સાંડેસરાએ સંપાદિત કરેલા પ્રાચીન ફાગુસંગ્રહમાં છપાયું છે.) આ કાવ્યકૃતિમાં અંતે કવિએ જે પ્રમાણે નિર્દેશ કર્યો છે તે જુઓ :
યૂલિભદ્ર કોશા કેરડો ગાયુ પ્રેમવિલાસ, ફાગ ગાઈ સવિ ગોરડી જબ આવઈ મધુમાસ. દિન દિન સજન મેડાવો, એ ગણતાં સુખ હોઇ,
જયવંતસૂરિ વર વાણી રે, સવે સોહામણી હોઇ. ૪૫ કડીના આ ફાગુકાવ્યમાં કવિએ પ્રથમ કડીમાં સરસ્વતી દેવીને પ્રણામ કરીને, સ્થૂલિભદ્ર અને કોશાનો પ્રેમવિલાસ ગાઈશું એવો નિર્દેશ કર્યો છે :
સરસતિ સામિનિ મનિ ધરી, સમરી પ્રેમવિલાસ, યૂલિભદ્ર કોણ્યા ગાયસિઉં, જિમ મનિ પુતચઈ આસ. આ પ્રથમ કડી પછી ૪૧મી કડી સુધી કવિએ સ્થૂલિભદ્ર કે કોશાનો ઉલ્લેખ કર્યો નથી. જાણે કે કોઈપણ નાયક-નાવિકના પ્રેમ અને વિરહનું
રરસયુક્ત આ વર્ણન હોય એવી છાપ પડે છે. એ વર્ણન અત્યંત રસિક અને કવિત્વયુક્ત છે. એ રીતે “પ્રેમવિલાસ” શબ્દને સાર્થક કરતું આ ફાગુકાવ્ય છે. અંતભાગમાં ૪૨ અને ૪૩મી કડીમાં કવિ સ્યુલિભદ્ર અને કોશાનો ફરી નામનિર્દેશ કરતાં કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org