________________
૪૮
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦
ચામડાનો વિચાર કરીએ તો સૌથી વધુ ઉપયોગ પગરખાં માટે થાય છે. જગતના તમામ લોકો પગરખાં તરીકે હજારો વર્ષથી પ્રાણીઓનું ચામડું વાપરતા આવ્યા છે. કુદરતી રીતે મરેલાં પ્રાણીઓનું ચામડું પૂરતા પ્રમાણમાં માણસને પહેલાના જમાનામાં મળી રહેતું. પરંતુ એક જોડથી સંતોષ ન પામતાં ઘણી બધી જોડ રાખવા તરફનો શોખ જગતમાં બધે જ વધતો ગયો અને તેથી પ્રાણીઓને વિશેષતઃ ગાય ભેંસને અકાળે મારવાની પ્રવૃત્તિ વધવા માંડી.વળી ઘરડાં ગાયબળદનાં ચામડામાંથી બનાવેલાં પગરખાં કરતાં નાનામોટા વાછરડાને મારવાથી મળતા મુલાયમ ચામડાનાં પગરખાં સારાં બને છે. લોકોના શોખને કોઈ હદ હોતી નથી. એથી આખી દુનિયામાં એ માટે પણ
પ્રાણીહિંસા વધતી ચાલી છે. છેલ્લાં થોડા દાયકાથી પ્લાસ્ટિક, રેઝિન વગેરેની શોધને લીધે તથા રબર, કેનવાસ વગેરેના વિવિધ ઉપયોગને લીધે તેમાંથી પગરખાં બનાવવાનાં કારખાનાં સ્થપાયાં છે. એટલે અંશે પ્રાણહિંસા ઓછી થઇ છે એમ કહેવાય, પરંતુ લોકોની વધતી જતી માંગના સંદર્ભમાં એની ટકાવારી નહિ જેવી જ ગણાય.
ચંપલ કરતાં બૂટમાં ચામડું વધારે જોઇએ. ફક્ત ભારતનો જ વિચાર કરીએ તો લશ્કર અને પોલિસના માણસો માટે બૂટ પહેરવા ફરજિયાત છે, કારણ કે એથી ચપળતા રહે છે, લાંબું અંતર દોડી શકાય છે અને ગમે તેવા કાંટા-કાંકરાવાળા કે સાપવીંછીવાળા વિસ્તારમાં પગનું કોઇ જોખમ રહેતું નથી. પરંતુ લાખોની સંખ્યામાં જોઇતા બૂટને માટે એટલું જ ચામડું મેળવવાનું રહે છે. એ માટે એકસરખું ચામડું મોટા પ્રમાણમાં જોઈએ, જે યુવાન પ્રાણીઓમાંથી મળી રહે. એટલે પ્રાણીઓને વહેલા મારવાનું એટલું જ જરૂરી બને છે. ચીનમાં ચામડાને બદલે સરસ કૃત્રિમ ચામડામાંથી બૂટ બનાવવાનું ચાલુ થયું છે. ભારત જેવા દેશે ચીનનું એ બાબતમાં અનુકરણ કરવા જેવું છે. એ કૃત્રિમ ચામડું કોઈપણ રીતે ઊતરતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org