________________
- પશુહિંસાનું વિસ્તરતું ક્ષેત્ર કેટલાક સમય પહેલાં શ્રીમતી મેનકા (મનેકા) ગાંધી સાથે અહિંસાના વિષય અંગે એક વિચારગોષ્ઠીનું અમારે માટે આયોજન થયું હતું. વિષય-વિચારણા મુખ્યત્વે ચામડું, રેશમ અને પ્રસાધનનાં સાધનો પૂરતી મર્યાદિત રાખવામાં આવી હતી, કારણ કે અહિંસાનો વિષય ઘણો વિશાળ છે. શ્રીમતી મેનકા ગાંધી, આપણે ગૌરવ લઇ શકીએ એટલી ધગશ, જાણકારી, તત્પરતા, સતા, આયોજનશક્તિ વગેરે ઘરાવે છે. દુનિયામાં અને દેશમાં પશુહિંસાનું ક્ષેત્ર ઉત્તરોત્તર વિસ્તરતું જાય છે. તેનો પ્રતિકાર કરનારો વર્ગ નાનો છે અને તેના સંગઠિત ઉપાયો પૂરતા નથી. આ ક્ષેત્રમાં કાર્યકરોની સંખ્યા પણ બહુ અલ્પ છે.
છેલ્લા થોડા દાયકામાં વૈજ્ઞાનિક પ્રગતિ સાથે પશુહિંસાનું ક્ષેત્ર ઘણું વધી ગયું છે. ધન કમાવા નીકળેલા માણસો અને પોતાના દેશના અર્થતંત્રને સુદઢ કરવા માટે મચેલા રાજ્યકર્તાઓ અને અર્થશાસ્ત્રીઓ પશુઓ પ્રત્યેની નિર્દયતાની નવી નવી પદ્ધતિઓ અજમાવતા જાય
મોટા મોટા ઉદ્યોગો સ્થપાવાને લીધે, ચીજવસ્તુઓનું વિશાળ પાયા પર ઉત્પાદન કરી શકાતું હોવાને લીધે તથા એક દેશનાં પશુઓ અને પદાર્થો હવાઈ જહાજ દ્વારા થોડા કલાકોમાં જ બીજા કોઈ પણ દેશમાં પહોંચાડી શકાતાં હોવાને લીધે મનુષ્યના આહાર, ઔષધ અને ઉપકરણોમાં જબરદસ્ત ફેરફારો થવા લાગ્યા છે. એને લીધે જ દુનિયામાં આહાર માટે, ઔષધો માટે અને ઉપકરણો માટે પશુઓની હિંસા પહેલાં કરતાં ઘણી બધી વધી ગઈ છે. એમાંની કેટલીયે હિંસા નિરર્થક અને નિવારી શકાય તેવી છે. માત્ર જીવદયાની દષ્ટિએ જ નહિ પણ પૃથ્વીના પર્યાવરણને સાચવવાની દષ્ટિએ પણ એ નિવારવી જરૂરી છે. વિશ્વના અર્થતંત્રની દષ્ટિએ પણ એમ કરવું તે આવશ્યક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org