________________
૨૭
अन्ने हरंति तं वित्तं
દુનિયામાં અપૂજ્યની પૂજા થાય છે, મૂર્ખ માણસ પણ ડાહ્યો ગણાય છે અને અવંદનીય પણ વંદનીય મનાય છે. એ બધો ઘનનો જ પ્રભાવ છે.
લક્ષ્મી સ્વભાવે ચંચળ છે. એક ઘરેથી બીજા ઘરે તે ક્યારે ચાલી જશે તે કહી શકાય નહિ. અર્થશાસ્ત્રની દષ્ટિએ તો લક્ષ્મી સતત ફરતી રહેવી જોઈએ અને જેટલી વધુ હરેફરે તેટલી પ્રજાની સમૃદ્ધિ વધે. પરંતુ તે નીતિનિયમ મુજબ ફરે તો સાર્થક થાય. અન્યથા તે અનર્થકારી નીવડે.
લક્ષ્મી ક્યારે પોતાને હાથતાળી દઈને ભાગી જશે એ કહેવાય નહિ. એટલે જ ધનના અનર્થો ઘણા છે. સ્થૂલ અને સૂક્ષ્મ બંને દષ્ટિએ ધન સાથે કેટકેટલાં દૂષણો સંકળાયેલાં છે ! શ્રીમદ ભાગવતમાં કહ્યું છે : स्तेयं हिंसानृतं दंभः कामः क्रोधः स्मयो मदः, भेदो वैरमविश्वासं संस्पर्द्धा व्यसनानि च । एते पंचदशाना ह्यर्थमूला मता नृणाम् तस्मादनर्थमाख्यं श्रेयोऽर्थी दूरतस्त्यजेत् ॥
મનુષ્યોને માટે ધન એ પંદર પ્રકારના અનર્થનું કારણ મનાય છે, જેમકે (૧) ચોરી (૨) હિંસા, (૩) અસત્ય (૪) દંભ, (૫) કામ, (૬) ક્રોધ (૭) ચિત્તનો ઉન્માદ (૮) અહંકાર (૯) ભેદબુદ્ધિ (૧૦) વેર (૧૧) અવિશ્વાસ (૧૨) સ્પર્ધા (૧૩) ત્રણ વ્યસનો જેમકે વેશ્યાગમન કે પરસ્ત્રીગમન (૧૪) જુગાર અને (૧૫) દારૂએટલા માટે પોતાનું કલ્યાણ ઇચ્છવાવાળાએ અર્થરૂપી અનર્થનો દૂરથી ત્યાગ કરવો જોઈએ.
માણસ પ્રામાણિકતાથી, નીતિમત્તાથી ધન કમાય અને તે મર્યાદામાં રહીને કમાય એ ગૃહસ્થ જીવન માટે જરૂરી છે. ન્યાયસંપન્ન વિભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org