________________
૨૮
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ એ ગૃહસ્થજીવનનો વિત્તમંત્ર હોવો જોઈએ. પરંતુ વિષમ પરિસ્થિતિમાં, લાચાર બનીને ખોટાં કાર્ય કરીને માણસ વધુ ધન કમાવા લલચાય છે. પછી તો પરિસ્થિતિ વિષમ ન હોય અને લાચારી પણ ન હોય તોપણ અર્થપ્રાપ્તિમાં કુટિલ નીતિરીતિની માણસને ટેવ પડી જાય છે. વાંકી આંગળી વગર ઘી નીકળે નહિ” એવી કહેવતો પોતાનાં જૂઠા કપટભર્યા સોદાઓ માટે આગળ ધરતાં તે શરમાતો નથી. પરસેવો પાડીને કમાયેલું ધન ટીપે ટીપે ભરાય છે અને ચોરીલબાડી કે કૂડકપટ કરીને મેળવેલું ધન અનાયાસ મોટો દલ્લો આપે છે. એટલે માણસનું મન ચોરી કરીને કમાવા તરફ વળે છે. Earning by Cheating એ દુનિયાના અનેક લોકોમાં વ્યસનરૂપે જોવા મળે છે.
કાળ સંદર્ભોને બદલી નાખે છે. એક વખતના મોટા ગણાતા માણસો સમય જતાં નાના લાગવા માંડે છે. સામાન્ય લેખાતા માણસો ઘડીકમાં મોટા થઈ જાય છે અને લોકો એમને પૂજવા લાગે છે. વેપાર ધંધામાં ચડતી પડતી ચાલ્યા કરે છે. આજે જેની બોલબાલા હોય તેને કાલે હાથ લાંબો કરવાનો પ્રસંગ આવે છે. એવે વખતે કેટલાક માણસોને પોતે ભૂતકાળમાં કરેલા ઉપકાર માટે પસ્તાવો થાય છે. વૃદ્ધાવસ્થા આવતાં અને નવી પેઢીના હાથમાં સત્તાનાં સૂત્રો ચાલ્યા જતાં માણસ વિમાસણમાં પડી જાય છે. “મારી જમાવેલી પેઢી છે, પણ આજે મારા દીકરાઓ આગળ પેઢીમાં મારું કશું ચાલતું નથી' એવી ખાનગીમાં ફરિયાદ કરનારાઓ સાંભળવા મળશે. “મારા ભત્રીજાઓને ધંધો શીખવાડ્યો અને બધો વિશ્વાસ મૂકી દીધો, પણ છેવટે મારી જ દુકાન તેઓએ પચાવી પાડી અને મને ઘરભેગો કરી દીધો.” “રાતદિવસ કાળી મજૂરી કરી ભિખારીમાંથી હું બાદશાહ બન્યો અને દારૂ, રેસ અને સ્ત્રીઓમાં પૈસા વેડફી નાખીને મારા દીકરાએ મને પાછો ભિખારી બનાવી દીધો.” “મારી પત્ની બધાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org