________________
૨૬
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦
કમાયો હોવા છતાં માણસને એથી સંતોષ થતો નથી. વધુ અને વધુ કમાવા માટે તે દોટ માંડે છે. સફળતાનો એને નશો ચડે છે. પ્રતિસ્પર્ધીઓ કરતાં આગળ નીકળી જવા માટે તેને જોર ચડે છે. પરંતુ જ્યારે પછડાય છે ત્યારે પસ્તાય છે. ત્યાં સુધી એને કોઈની શિખામણ વહાલી લાગતી નથી.
સંસારમાં ધનનો મહિમા મોટો છે અને સાચી કે ખોટી રીતે મોટો જ રહેવાનો. એટલે જ ભર્તુહરિએ “નીતિશતક'માં કહ્યું છે : यस्यास्ति वित्त स नरः कुलीनः स पण्डितः स श्रुतवान गुणज्ञः । स एव वक्ता स च दर्शनीयः सर्वे गुणाः कांचनमाश्रयन्ति ।
ભર્તુહરિએ અહીં કટાક્ષમાં કહ્યું છે કે જેની પાસે વિત્ત છે તે માણસ કુલીન ગણાય છે. પંડિત, શ્રુતવાન, ગુણજ્ઞ, વક્તા, અને દર્શનીય - દેખાવડા તરીકે તેની ગણના થાય છે. સુવર્ણમાં અર્થાત્ ધનમાં અને ધનવાનમાં બધા ગુણો આશ્રિત થઈ જાય છે.
આમ સમગ્ર વિશ્વમાં પૈસાની જ બોલબાલા દેખાય છે. એમ કહેવાય છે કે A rich man's joke (પછી ભલે તે બુઠ્ઠી હોય) is always funny. હસવા જેવું હોય તો પણ હસીને બધા એની વાહ વાહ કરશે. “નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ” જેવી કહેવતો ધનવાન માણસોને સમાજ કેટલું માન આપે છે તે દર્શાવે છે. “સકર્મીના સાળા ઘણા' અર્થાત્ માણસ પાસે પૈસા થાય તો એના સાળા થવાને, એની ઇચ્છા પ્રમાણે નાનાં મોટા બધા કામ નોકરની જેમ કરી આપવાને ઘણા તૈયાર થઈ જાય છે. એટલે જ “જબ લગ પૈસા ગાંઠમેં, તબ લગ લાખો યાર' એવું વ્યવહારુ ડહાપણ કહે છે. પંચતંત્રમાં પણ કહ્યું છે :
पूज्यते यदपूज्योऽपि यदगम्योऽपि गम्यते । वन्द्यते यदवंद्योऽपि सप्रभावो धनस्य च ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org