________________
૧૦૬
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦
તુલનાત્મક તારતમ્ય અને અન્યના અભિપ્રાયોની પૂર્વગ્રહરહિત ચકાસણી વગેરે શોધપ્રબંધનાં મહત્ત્વનાં લક્ષણો છે.
વિક્રમના સત્તરમાં શતકમાં થઈ ગયેલા, વીસથી વધુ રાસકૃતિઓ, પ૫૦થી અધિક પદો તથા ચોવીસી, છત્રીસી, સંવાદ વગેરે પ્રકીર્ણ પ્રકારની કૃતિઓના રચયિતા, નાનો તે સૌક્યમ્ એ આઠ અક્ષરોના આઠ લાખથી વધુ અર્થ કરી બતાવનાર (આ “અષ્ટલક્ષી ગ્રંથ “અનેકાર્થરત્નમંજૂષા'ના નામથી ૧૯૩૩માં સૂરતના દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્વાર સંસ્થા તરફથી પ્રગટ થયો છે), સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત, મોગલ બાદશાહ અકબરના દરબારમાં ખ્યાતિ પામનાર, પચાસથી વધુ શિષ્યો-પ્રશિષ્યો ધરાવનાર કવિવર સમયસુંદરનું ગુજરાતી (અને રાજસ્થાની) સાહિત્યના ક્ષેત્રે મોટું યોગદાન રહ્યું છે. એમની ઘણી કૃતિઓ હવે પ્રકાશિત થઈ ચૂકી છે. કેટલીક હજુ અપ્રકાશિત છે. એમની તીર્થમાળના પ્રકારની સ્તવનરચના જૈન મંદિરોમાં અને પદ્માવતી રાણીની આલોયણા નામની રચના પ્રતિક્રમણાદિ ધર્મક્રિયાઓમાં આજ દિવસ સુધી જૈનોમાં ગવાતી આવી છે એ એની મૂલ્યવત્તાની પ્રતીતિ કરાવે છે.
આ શોધપ્રબંધમાં લેખકે આરંભમાં જ સમયસુંદરના જીવન વિશે પ્રમાણભૂત માહિતી આપી છે. સદ્ભાગ્યે સમયસુંદર વિશે ઠીક ઠીક માહિતી એમની કૃતિઓમાંથી અને એમના વિશે લખાયેલાં ગીતોમાંથી ઉપલબ્ધ થાય છે. જૈન સાધુઓ પોતાના પૂર્વાશ્રમની એટલે કે દીક્ષા લીધા પહેલાંના જીવનની વાત જવલ્લે જ કરતા હોય છે. એટલે સમયસુંદર વિશે પણ એવી માહિતી ખાસ ન સાંપડે એ સ્વાભાવિક છે. પરંતુ સાધુકવિઓની કૃતિઓમાંથી એમની ગુરુપરંપરા અને શિષ્ય પરંપરા વિશે, એમના ચાતુર્માસનાં વર્ષ અને સ્થળ વિશે, વિહારનાં સ્થળો વિશે, દીક્ષામહોત્સવ, પ્રતિષ્ઠા મહોત્સવ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org