________________
ધૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો
૧૧૯
વર્ષા ઋતુ પણ શૃંગારરસનાનિરૂપણ માટે નિમિત્ત બની શકે છે. વર્ષા ઋતુમાં પતિવિયોગ અનુભવતી વિરહિણીનાં હૃદય વીજળીના ચમકારા અને ગડગડાટથી થરથર કંપે છે. વર્ષા ઋતુમાં પણ કામાગ્નિથી બળતા પુરુષો પોતાની પ્રિયતમાને મનાવવાનો પ્રયાસ કરતા હોય છે. કવિએ નીચેની પંક્તિઓમાં વાસ્તવિક દશ્ય ખડું કર્યું છેઃ
મહુગંભીરસરણ મેહ જિમ જિમ ગાજંતે, પંચબાણ નિય કુસુમબાણ તિમ તિમ સાજતે; જિમ જિમ કેતકિ મહમહંત પરિમલ વિહસાવઈ, તિમ તિમ કામિ ય ચરણ લગ્નિ નિયરમણિ મનાવઇ. સુંદર, આકર્ષક વસ્ત્રાલંકારથી સજ્જ થતી કોશાનું વર્ણન પણ કવિએ કેટલાક શબ્દોને ત્રેવડાવીને કર્યું છે. કોશાનાં વેણીદંડ, રોમાવલિ, પયોધર, નયન, સેંથો, કર્ણયુગલ, કંઠ, નાભિ , પગ, અધર ઈત્યાદિ લાવણ્યમય અંગાંગોનું ઉપમાદિ અલંકારયુક્ત મનોહર આલેખન થયું છે. વેણીદંડને મદનના ખગની ઉપમા અપાઈ છે અને પયોધર જાણે કામદેવના અમી કુંભ હોય એવી ઉન્મેલા કરવામાં આવી છે. કવિ લખે છે :
લહલહ લહલત લહલ એ ઉરિ મોતિયહારો, રણરણ રસરણ રણરણ એ પગિ નેઉરમારો, ઝગમગ ઝગમગ ઝગમગ એ કાનિહિ વરકુંડલ, ઝલહલ ઝલહલ ઝલહલ એ આભરણઈ મંડલ. મયણખગ્ર જિમ લહલવંત જસુ વેણીદંડો, સરલઉ તરલઉ સામલઉ રોમાવલિદંડો, તુંગ પયોહર ઉધસઈ સિંગારથવક્કા, કુસુમબાણિ નિત્ય અમિયકુંભ કિર થાપણિ મુક્કા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org