________________
સ્થૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો
૧ ૨૩ નિર્દેશ કર્યો છે. આઘાટ નગરમાં ત્યારે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું. એ પાર્શ્વનાથ પ્રભુના કૃપાપ્રસાદથી પોતે આ રચના કરી છે એવો ઉલ્લેખ પણ એમણે કાવ્યની અંતિમ કડીમાં નીચે પ્રમાણે કર્યો
ચઉદ સઇ વિક્રમ સમઈ નઉકઈ સંવચ્છરિ, વૈશાખ સુદિ તેમિ એહુ ફાગુ નવલિ કરઇ; મેદપાટ આધાટિ નયરિ, શ્રીપાસ-પ્રસાદો, કિીય કવિત હલરાજ ભણઈ અહિ મનિ આણંદો.
શ્રી જિનપધસૂરિએ “સ્થૂલિભદ્ર ફાગ'ની રચના કરી તે પછી તરતના કાળમાં આ ફાગુકાવ્યની રચના થઈ છે. ૩૭ કડીના આ કાવ્યનું વિભાજન જિનપદ્મસૂરિના ફાગની જેમ, કથાવસ્તુ અનુસાર ભાસમાં કરવામાં આવ્યું છે. દોહા અને રોળાની કડીઓમાં કાવ્ય લખાયેલું છે. કાવ્યનો આરંભ કવિ સરસ્વતી દેવીને પ્રણામ કરીને કરે છે. ત્યારપછી કવિએ સ્થૂલિભદ્ર મુનિ થયા તે પૂર્વે બનેલી ઐતિહાસિક ઘટનાઓનું નિરૂપણ બાર જેટલી કડીમાં કર્યું છે. પાટલીપુ ત્રમાં નંદરાજા રાજ્ય કરે છે. એના મંત્રીનું નામ શકટાલ છે. એ નગરમાં વરરુચિ નામના એક પંડિત રોજની ૫૦૦ ગાથાઓ બનાવી રાજાને રીઝવે છે. (મૂળ કથા પ્રમાણે ૧૦૮ ગાથાઓ છે) રાજા એને ઘણું દાન આપે છે. રોજ આ રીતે દાન આપવાથી રાજભંડાર ખૂટી જાય એટલે શકટાલ રાજાને અટકાવે છે. એથી શકટાલને પંડિત વરરુચિ સાથે વેર બંધાય છે. એટલે વરરુચિ પોતાના વિદ્યાર્થીઓને એક દૂહો શીખવે છે કે જેમાં એમ કહ્યું છે કે શકટાલ રાજાને મારી નાંખશે અને પોતાના પુત્ર શ્રીયકને ગાદીએ બેસાડશે.” રાક ન જાણઈ મુગધ જં તુ સિગડાલ કરે અઈ, નંદરાય મારેવિ પાટિ સિરીયઉ પરિઠેશ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org