________________
૧૨૨
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ કોશા અને સ્થૂલિભદ્રના વાર્તાલાપ પછી કામદેવ અને સ્થૂલિભદ્ર વચ્ચે થયેલા યુદ્ધમાં યૂલિભદ્ર પોતાના શુભ ધ્યાન વડે મદનરાજને પરાજિત કરી દે છે અને પોતે કામવિજેતા બને છે એ પ્રસંગનું પણ માત્ર બે અલંકૃત પંક્તિમાં કવિ સચોટ નિરૂપણ કરે છે. સ્થૂલિભદ્રના મારવિજયના પ્રસંગે દેવો પણ પુષ્પવૃષ્ટિ કરે છે.
અઇ બલવંતુ સુ મોહરાઉ જિણિ નાણિ નિધાડિઉં, ઝાણખડગિણ મયણસુભડ સમરગણિ પાડિG. કુસુમવુષ્ટિ સુર કરઈ તુષ્ટિ હુઉ જયજયકારો. ધન ધન એહુ જુ ધૂલિભદ્ર જિણિ જીત મારો.
આ રીતે કોશાને ઘરે ચાતુર્માસ ગાળવા માટે આવેલા મુનિ યૂલિભદ્ર પરાજિત થતા નથી, પરંતુ પોતાના શીલની સુવાસથી કોશાના જીવનને પરિવર્તિત કરી નાખી, એને પ્રતિબોધ પમાડે છે. આથી જ સ્થૂલિભદ્રનો મહિમા ઘણો મોટો ગણાય છે અને જૈનોમાં તેઓ પ્રાતઃ સ્મરણીય તરીકે વંદાય છે.
ઉપમા, ઉલ્ટેક્ષાદિ અલંકારોથી મધમધતું, રવાનુકારી લયબદ્ધ પંક્તિઓથી રસિક બનેલું, શીલ અને સંયમનો મહિમા ગાતું આ ફાગુકાવ્ય આપણાં ફાગુકાવ્યોમાં એક મહત્ત્વની કૃતિ તરીકે આદર પામે એવું છે. ૨. હલરાજપુત “સ્થૂલિભદ્ર ફાગુ
સ્થૂલિભદ્રવિશેનાં ફાગુકાવ્યોમાં કવિ હલરાજકૃત “યૂલિભદ્ર ફાગુ' એક મહત્ત્વની કૃતિ છે. (આ કૃતિ પ્રકાશિત થયેલી છે. એનું સંપાદન ડૉ. કનુભાઈ શેઠે કર્યું છે.) આ ફાગુની રચના કવિએ મેદપાટ (મેવાડ)ના આઘાટ નામના નગરમાં વિ. સં. ૧૪૦૯માં વૈશાખ સુદ તેરસના દિવસે કરી હતી. એ વિશે એમણે પોતે જ કાવ્યમાં અંતે
Jain Education International
FOT
For Private & Personal Use Only
| IN
www.jainelibrary.org