________________
૧૨૪
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦
વિદ્યાર્થીઓ દ્વારા ઠેર ઠેર બોલાતો આ દૂહો સાંભળી નંદરાજાના મનમાં વહેમ જાગે છે. તે શકટાલને મરાવી નાખે તે પહેલાં પુત્ર શ્રીયક પિતાને રાજદરબારમાં પિતાની સૂચના પ્રમાણે મારી નાખે છે.
રાજાના મંત્રીના પુત્ર હોવાથી યુવાન તેજસ્વી સ્થૂલિભદ્રને રાજવારાંગના કોશા સાથે પ્રેમસંબંધ સ્થપાય છે. સ્થૂલિભદ્ર કોશાને ત્યાં જ રહે છે અને એમ કરતાં બાર વર્ષ જેટલો સમય પસાર થઈ જાય છે. સ્થૂલિભદ્ર જ્યારે પિતાની હત્યાના સમાચાર સાંભળે છે ત્યારે એમને સંસાર પ્રત્યે નિર્વેદ થાય છે. રાજા તરફથી એમને મંત્રી થવા માટે નિમંત્રણ મળે છે, પરંતુ તેઓ એનો અસ્વીકાર કરે છે અને દીક્ષા લઈ મુનિ બને છે. આટલી ઘટનાઓનું કવિ હલરાજે આરંભની કડીઓમાં સંક્ષેપમાં નિરૂપણ કર્યું છે.
કવિ હલરાજે સ્થૂલિભદ્ર-કોશાના પૂર્વ પ્રણયજીવનનો જ્યાં નિર્દેશ કર્યો છે ત્યાં ફાગુકાવ્યના સ્વરૂપની દષ્ટિએ વસંતવર્ણન માટે અને શૃંગાર-રસનિરૂપણ માટે અવકાશ હોવા છતાં એમણે એ પ્રમાણે કર્યું નથી, કારણ કે જૈન સાધુકવિ તરીકે તેઓ શીલ- સંયમનો મહિમા જ ગાવા ઇચ્છે છે.
ચારિત્ર અંગીકરીય રહ્યઉ એ તહિ ધ્યાન ધરે, નયરલોગ સહુ બુઝવઈ એ પણિ મૌન કરેઇ; સુહગુરુ સિરિ સંભૂતિવિજય તહિ ચલણે લાગઇ,
બે કર જોડી યૂલિભદ્ર આલોયણ માગઇ. દિીક્ષા લીધા પછી ગુરુ શ્રી સંભૂતિવિજય સાથે સ્થૂલિભદ્ર પાટલીપુત્ર પધારે છે. ગુરુ સંભૂતિવિજય પાટલીપુત્રમાં ચાતુર્માસ માટે રોકાય છે
ત્યારે સંયમની ઉગ્ર આરાધના કરનારા એમના શિષ્યો પોતાની નિર્ભયતાની કસોટી કરે એવાં સ્થળે રહેવા માટે ગુરુની આજ્ઞા માગે છે. કોઈ કૂવા કાંઠે, કોઈ સાપના દર પાસે, તો કોઈ સિંહની ગુફા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org