________________
ધૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો
૧૨૫
પાસે રહી આરાધના કરવા ઇચ્છે છે. ચોથા સ્થૂલિભદ્ર ચોથા બ્રહ્મચર્ય વ્રતની કસોટી થાય એ માટે પોતાની પૂર્વ પ્રેમિકા કોશાના ઘરમાં રહેવાની આજ્ઞા માગે છે. કવિ લખે છે :
એક ભણઈ હું કૂઆ-કંઠિ, બીજઉ બિલ વિસહરિ ત્રીજી ઈક ચિંતિ વીનવઈ મો સીહ તણ ઉધરિ; ચઉથી ચઉથઉ વ્રત ધરવિ માંગઈ ગુરુ પાસે, યૂલિભદ્ર મુનિવર ઈમ ભણઈ મો કોસ આવાસિ. સ્થૂલિભદ્રનું પુનરાગમન થતાં હર્ષઘેલી બનેલી, કામકલામાં ચતુર એવી કોશા વિવિધ શણગાર સજીને ચિત્રશાળામાં આવે છે. પટોળું, ચીર, કંચુકી ઇત્યાદિ સુંદર વસ્ત્રોમાં સજ્જ, માથામાં સિંદૂર, આંખમાં કાજળ, મુખમાં તંબોલ, કાને કુંડલ, ગળામાં મોતીનો હાર, કંઠમાં નાગોદર, હાથમાં કંકણ અને ચૂડી, આંગળીઓમાં વીંટી, પગમાં નુપૂર ઇત્યાદિ ધારણ કરી કોશા સ્થૂલિભદ્રનું ચિત્ત આકર્ષવા આવે છે. એ પ્રસંગનું કવિએ બીજા ભાસની પાંચ કડીની અનુપ્રાસયુક્ત લયબદ્ધ પંક્તિઓમાં સવિગત મનોહર આલેખન કર્યું છે.
આ ચાતુર્માસનો સમય છે એટલે વર્ષાઋતુનું વર્ણન કવિએ કામોદ્દીપન માટે કર્યું છે. પરંતુ કોશાનાં નૃત્ય અને હાવભાવ તરફ મુનિ સ્થૂલિભદ્રનું જરા પણ ધ્યાન જતું નથી. એથી કોશા કહે છે
કોશ ભણઈ સુણિ યૂલિભદ્ર મુઝુ ભણીઉં કીજઇ,
ભમર ભમઈ પંખુડીય કમલિ તિમ ભોગ રમીજઇ. યૂલિભદ્રની ભારે કસોટીનો આ કાળ છે. એક તો વારવનિતા પુરુષને વશ કરવામાં કુશળ હોય અને તેમાં પણ આ તો પૂર્વની પ્રેમિકા, પરંતુ સંયમમાં દઢ શ્રદ્ધાને કારણે સ્થૂલિભદ્ર વજૂની જેમ અચલ રહે છે. તેઓ કોશાને કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org