________________
૧૨૬
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦
ગહિલી કોશ બાપુડી એ મોરું હૃદય ન ભીજઇ, કિમ વયજાગર ઠીક મુકિ કિમ કાચ ગ્રહિજઈ; કિમ રયણાયર ઍડિય એ કિમ છીલરિ સેવા, કિમ કલ્પતરુ દૂર કરવિ કઇરહ લેવા; કિમ ચિંતામણિ લખિય એ કિમ પત્થર લીજઇ,
કિમ અરિહંત ઉવેખીયઈ કિમ યક્ષ નમીજઇ. કવિએ અહીં પાંચ દષ્ટાન્ન આપ્યાં છે. એમાં પ્રથમનાં ચાર પરંપરાનુસારી છે. પાંચમું દષ્ટાન્ત-અરિહંત ભગવાનને છોડીને યક્ષની પૂજા કોણ કરે ? એ કવિનું પોતાનું મૌલિક છે.
કવિએ સ્થૂલિભદ્રના કામવિજયનું સંવાદમય શૈલીમાં નિરૂપણ કર્યું છે. કામદેવ મદનરાય સ્થૂલિભદ્રને આહ્વાન આપે છે અને શરણે થવા કહે છે. બ્રહ્મા, શંકર, નંદીષેણ ઇન્દ્રાદિ મોટા મોટા મહારથીઓ પણ કામદેવને વશ થયા છે. મદનરાયની ઉક્તિ કવિ નીચે પ્રમાણે રજૂ કરે છે :
માયણ ભણઈ સુણિ ધૂલિભદ્ર અસરિસ મ મડે આગઈ ઈણિ ઘરિ નંદિપેણ ગયઉ આયુધ છેડે બ્રહ્મા ઈશ્વર ઈન્દ્ર ચન્દ્ર ગોવિંદ પ્રમુખ), ગૌતમ સખિરા સુર એ પહુ અસઈ અસંખહ. એ સવિ સેવ મનાવીયા એ તું કવણહ લેખઇ
જઈ ભલુ છિ તકે મંડિ રહે તુ કહી વિશેષઈ. પરંતુ કામદેવથી સ્થૂલિભદ્ર પરાજિત થાય એવા નથી. તેઓ સામો પડકાર ફેંકે છે. તેઓ કહે છે કે “મેરુ પર્વતને તું કંપાવે કે સાત સમુદ્રને કંપાવે તો પણ હું નેમિકુમાર કે જંબૂકુમારની જેમ અચલ રહીશ.”
મુંછિ મોડઈ થૂલિભદ્ર ઇમ બોલઈ વાત, કિમ કંપાવસિ મેરુ સિહરિ કિમ સાયર સાત;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org