________________
સ્થૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો
૧૨૭
રહીયઉ સિહકિશોર જેમ નવિ મંડઈ નેહો, નવિ ભિwઈ નહિ ચલઈ ચિત્તસુ અકલ અબીહો. રે રે મયણ મ ગવુ કરસિ તુઝ કિસિઉ પરાણ, ૨મલિ કરતાં નેમિકુમરિ તુઝ મલિયઉ માણ; જંબુકુમાર નઈ શિવકુમરિ તું હારિ મનાવ્યઉં,
નવિ જાણઈ સંસહ્યા મૂઢ કિમ આગલિ આવ્યઉં. આમ મદનરાજ અને સ્થૂલિભદ્ર વચ્ચેના સંવાદની સબળ પંક્તિઓ અહીં કવિએ પ્રયોજી છે. બેમાંથી એકે પક્ષ નમતું ન આપતાં બન્ને વચ્ચે જે માનસિક યુદ્ધ થાય છે તેને સ્કૂલ યુદ્ધરૂપે વર્ણવતાં કવિ લખે છે :
બે બલવત્તર બેઉ સબલ એકો નવિ ભાજઇ, હયવર હસારવ કરઈ જિમ અંબર ગાજઇ. આઠ મદ ગયવર ગુડીય પંચ પંચેન્દ્રિ પાખરિયા, સાસવ્ય ન પાઇક અભંગ તસુ દલિ પરવરિયા. આ યુદ્ધમાં જે કામાતુર લોકો છે તે તો ભાંગી પડે છે કે ભાંગી જાય છે, પણ જે શીલમાં દઢ-કચ્છ છે તે બરાબર ઝઝૂમે છે. કવિ વર્ણવે છે :
જે કામાતુર પુરિખ સબલ તે સત્અઇ ભાજઇ; રોસિ ચડઉ ભડ જુડઈ સુહડ સમરંગણિ સૂરા,
જે દઢ-કચ્છ સીલવંત રિણિ ઝૂઝઇ ધીરા. ત્રણે ભુવનમાં ખળભળાટ મચાવનાર આ યુદ્ધ જોવા માટે દેવો પણ કૌતુકથી આવે છે :
ત્રિણિ ભુવનિ આકંપ હૂયા એ સૂર કુતિગ મિલિયા, નયણ બાણ સંવેગ દેખિ કાયર ખલભલિયા;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org