________________
૧ ૨૮
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦
-
-
-
મયણરાય ભડ યૂલિભદ્ર બિહું હુઅ૩ સંગ્રામ;
બ્રહ્માધિ મૂકેવિ બાણ રણિ જીત કામ. અહીં મદનરાજ અને સ્થૂલિભદ્ર-અર્થાત્ કામવાસના અને શીલસંયમ-એ બે વચ્ચે (સ્થૂલિભદ્રના ચિત્તમાં) થયેલા સંગ્રામને સ્કૂલ યુદ્ધનો શબ્દદેહ આપી કવિએ પ્રભાવશાળી શબ્દચિત્ર ખડું કર્યું છે.
આમ કોશાના ઘરમાં ચાતુર્માસ દરમિયાન મન, વચન અને કાયાથી જરા પણ ચલિત ન થતાં સ્થૂલિભદ્ર જ્યારે ચાતુર્માસ પૂર્ણ કરી પાછા આવે છે ત્યારે ગુરુ એમને “દુષ્કર દુષ્કર' એમ બે વાર કહીને વધાવે છે. મૂળ કથા પ્રમાણે સ્થૂલિભદ્રનો દ્વેષ કરનાર અન્ય સાધુને જ્યારે ગુરુ કોશાને ત્યાં મોકલે છે ત્યારે પહેલે દિવસે જ તે કામાતુર બની જાય છે એ પ્રસંગનો નિર્દેશ આ કાવ્યમાં થયો નથી.
આ ફાગુકાવ્યના અંત ભાગમાં કવિએ સ્થૂલિભદ્રના ભવ્ય સંયમ જીવનનો મહિમા ગાયો છે. સ્થૂલિભદ્રનું નામકર્મ એટલું બળવાન છે કે ૮૪ ચોવીસી સુધી લોકો એમને યાદ કરીને એમના સંયમનો મહિમા ગાતા હશે. કવિએ લખ્યું છે :
જો તારાયણ ચંદ સૂર જો મહીયલિ સોઈ; તાં મુનિવર તું સ્થૂલિભદ્ર ભવયણ મન મોહઈ. ચઉદય પૂરવ પઢીય સુખરિ પ્રભુ પાટિ બઈઠઉ
ચીરાસી ચઉવીસી લગઈ ઉદ્યોત કરંતઉ. ફાગુકાવ્યને અંતે જૂની પરંપરા અનુસાર “વસ્તુ'ની પંક્તિમાં નીચે પ્રમાણે સ્થૂલિભદ્રના જીવનની વિગતો દર્શાવવામાં આવી છે :
યૂલિભદ્રહ થૂલિભદ્રહ વરિસ દસ અg બાલાપણિ ક્રીડા રમઈ વરિસ બાર કોસ્યાહ મંદિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org