________________
૭૧
विनयमूलो धम्मो શકાય છે. આવી વૈનેયિકી બુદ્ધિનાં દષ્ટાન્તો કથાગ્રંથોમાં જોવા મળે છે.
વિદ્યાપ્રાપ્તિમાં ગુરુ પ્રત્યેના વિનયની સાથે બહુમાનની પણ એટલી જ આવશ્યકતા છે. વિનય અને બહુમાન આમ તો સાથે સાથે જ હોય છે, છતાં તે બંને વચ્ચે થોડો તફાવત પણ છે. ગુરુ પ્રત્યેનો વિનય વંદન, અભુત્થાન ઇત્યાદિ દ્વારા વ્યક્ત કરી શકાય છે. એ બાહ્યાચાર છે. પરંતુ બહુમાન તો હૃદયની સાચી પ્રીતિથી જ જન્મે છે. જો હૃદયમાં બહુમાન હોય તો ગુરુને અનુસરવાનું, તેમના ગુણોને ગ્રહણ કરવાનું મન થાય છે, તેમનામાં રહેલી નજીવી ત્રુટિઓ પ્રત્યે ધ્યાન જતું નથી. પોતાની સાધનાના વિકાસ માટે સતત ચિંતવન રહ્યા કરે છે. “ગૌતમ પૃચ્છા'માં કહ્યું છે : विज्जा विन्नाणं वा मिच्छा विणएण गिण्हिडं जो उ । अवमन्नइ आयरियं सा विज्जा निष्फला तस्स ॥ વિદ્યા અને વિજ્ઞાન જો મિથ્યા વિનયથી (પ્રીતિ વગર ખોટા, કૃત્રિમ દેખાવથી) ગ્રહણ કરવામાં આવે અને આચાર્યની અવગણના કરવામાં આવે તો તેની વિદ્યા નિષ્ફળ જાય છે.
આમ દ્રવ્યવિનયની સાથે ભાવવિનયની એટલી જ આવશ્યકતા છે, એટલું જ નહિ એ વિનયની સાથે પ્રીતિયુક્ત બહુમાનનો સાચો ભાવ પણ અંતરમાં રહેવો જોઈએ. તો જ વિદ્યાનું ગ્રહણ વધુ સફળ થઈ શકે છે. આમ વિનય અને બહુમાન બંને હોવા કે ન હોવા વિશે શાસ્ત્રકારો ચાર પ્રકાર બતાવે છે :
(૧) વિનય હોય પણ બહુમાન ન હોય. એ માટે શ્રીકૃષ્ણના પુત્ર પાલકકુમારનું દષ્ટાન્ત આપવામાં આવે છે.
(૨) બહુમાન હોય, પણ વિનય ન હોય. એ માટે સાંબકુમારનું દષ્ટાન્ત આપવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org