________________
૬૦
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ વ્યક્તિ પણ તે પામી જાય છે. હાવભાવમાં અતિરેક, વચનમાં અતિશયોક્તિ વગેરે દ્વારા દંભી વિનયી માણસનો ખુશામતનો ભાવ છતો થઈ જાય છે.
જૈન ધર્મમાં વિનયને પુણ્ય તરીકે અને તપ તરીકે બતાવવામાં આવ્યો છે. પુણ્ય એટલે શુભ કર્મ. પુણ્ય અનેક પ્રકારનાં છે. એમાં મુખ્યત્વે નવ પ્રકારનાં પુણ્ય ગણાવાય છે : (૧) અન્ન, (૨) વસ્ત્ર, (૩) વસતિ, (૪) ઉપકરણ, (૫) ઔષધિ, (૬) મન, (૭) વચન, (૮) કાયા અને (૯) નમસ્કાર.
આ નવ પ્રકારમાં એક પ્રકાર તે નમસ્કારનો છે. નમસ્કારમાં વિનય રહેલો છે. એટલે વિનય એ પણ એક પ્રકારનું પુણ્ય છે; એટલે કે શુભ પ્રકારનું કર્મ છે. બીજી બાજુ વિનયનો છ પ્રકારનાં અત્યંતર તપમાં સમાવેશ થાય છે. તપથી કર્મની નિર્જરા થાય છે. વિનય ગુણની જીવમાં આંતરિક પરિણતિ કેવી થાય છે તેના ઉપર આધાર રહે છે કે તેનો વિનય તે શુભ કર્મબંધનું નિમિત્ત બને છે કે પૂર્વબદ્ધ કર્મની નિર્જરાનો હેતુ બને છે. એ સૂક્ષ્મ પ્રક્રિય કેવા પ્રકારની થઈ તે તો જ્ઞાનીઓ કહી શકે, પરંતુ વિનયનો ગુણ જીવને માટે ઉપકારક અને ઉપાસ્ય છે.
જૈન આગમગ્રંથોમાં વિનય ઉપર, વિશેષતઃ શિષ્યના ગુરુ પ્રત્યેના વિનય ઉપર બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. પિસ્તાલીસ આગમોમાં “ઉત્તરાધ્યયનસૂત્ર” અને “દસવૈકાલિક સૂત્ર” અત્યંત મહત્વનાં છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં તો પહેલું અધ્યયન જ “વિનય' વિશેનું છે. એની ૪૮ ગાથામાં સાધુ ભગવંતોએ પોતાના ગુરુભગવંત સાથે કેવો કેવો વિનયવ્યવહાર સાચવવો જોઈએ એની નાની નાની સ્થૂલ વિગતો સહિત મહત્તા દર્શાવવામાં આવી છે . ઉ.ત. નીચેની કેટલીક ગાથાઓ પરથી એનો ખ્યાલ આવશે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org