________________
विनयमूलो धम्मो
૬૫ કેટલીક વાર વિનયનો બાહ્ય આચાર ન હોય, પણ અંતરમાં પ્રીતિ, આદર, પૂજ્યભાવ ઇત્યાદિ રહેલાં હોય. ભગવાન મહાવીર સ્વામીના સમવસરણમાં સાતમા દેવલોકના દેવો આવે છે. તેઓ વિનયવંદન કરતા નથી. તેઓ મનથી ભગવાનને પ્રશ્ન કરે છે. ભગવાન તેમના પ્રશ્નને સમજી લઈ ઉત્તર આપે છે કે “મારા સાતસો શિષ્યો મોક્ષે જશે.” આ પ્રસંગે ગૌતમસ્વામીને કુતૂહલ થાય છે. તેઓ ભગવાનને પ્રશ્ન કરે છે કે દેવોએ વંદન કરવાનો વિનય કેમ દાખવ્યો નહિ ? ત્યારે ભગવાન એમને કહે કે એ દેવોએ અંતરથી વંદન ક્યાં છે. આ જાણીને ગૌતમ સ્વામીને આશ્ચર્ય થાય છે. અહીં બાહ્ય વિનય નથી, પણ અત્યંતર વિનય અવશ્ય છે. કેટલાયે સાધુઓ, ગૃહસ્થો વગેરેમાં આપણને બાહ્ય વિનય અને અત્યંતર એમ બંને પ્રકારનો વિનય જોવા મળે છે. અઈમુત્તા મુનિ વગેરે ઘણાંનાં દષ્ટાંત આપી શકાય. તો કેટલાકમાં બાહ્ય કે અત્યંતર એવો એક પ્રકારનો વિનય હોતો નથી. ગોશાલક કે ગોષ્ઠામાહિલ્લ એનાં ઉદાહરણો છે.
જીવનમાં બાહ્ય અને અત્યંતર વિનયના વિવિધ પ્રસંગો ઉપસ્થિત થાય છે. ઉદાહરણ તરીકે એક વયોવૃદ્ધ શ્રાવક પંડિત એક નવદીક્ષિત યુવાન સાધુને ભણાવવા આવે છે. એ વખતે શ્રાવક પંડિત સાધુ મહારાજને વંદન કરે છે, પરંતુ સાધુ મહારાજ ગૃહસ્થ પંડિતને વંદન કરતા નથી. આ બાહ્ય વ્યવહારની વાત થઈ. હવે શ્રાવક પંડિત સાધુ મહારાજને એમના વેશને કારણે જ માત્ર વંદન કરતા હોય અને અંતરમાં આદરભાવ ન હોય તો તે માત્ર બાહ્ય વિનય થયો કહેવાય. એમના અંતરમાં પણ સાધુ મહારાજનાં ત્યાગ-વૈરાગ્ય પ્રત્યે આદર હોય અને અંતરમાં પણ ભાવથી વંદન હોય તો તે બાહ્ય અને અત્યંતર, એમ બંને પ્રકારનો વિનય ગણાય. સાધુ મહારાજે વેશ ધારણ ક્ય હોવાથી ગૃહસ્થને દ્રવ્યવંદન કરવાનું એમને હોય નહિ, પણ તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org