________________
૬૪
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦
बाह्याभ्यन्तरभेदाभ्यां द्विविधो विनय स्मृतः । तदेकैकोऽपि द्विभेदो लोकलोकोत्तरात्मकः ।।
(બાહ્ય અને અત્યંતર એવા ભેદ વડે વિનય બે પ્રકારનો છે. તેના પણ લૌકિક અને લોકોત્તર એવા બે ભેદ છે.)
બાહ્ય અને અત્યંતર વિનય સાથે હોવા કે ન હોવાની દષ્ટિએ ચાર ભાંગા બતાવવામાં આવે છે : (૧) બાહ્ય વિનય હોય પણ અત્યંતર વિનય ન હોય. (૨) અત્યંતર વિનય હોય પણ બાહ્ય વિનય ન હોય. (૩) બાહ્ય વિનય હોય અને અત્યંતર વિનય પણ હોય.
(૪) બાહ્ય વિનય પણ ન હોય અને અત્યંતર વિનય પણ ન હોય.
લોકવ્યવહારમાં આવકાર આપવો, હાથ જોડવા, મસ્તક નમાવવું, આસન આપવું, સારાં કાર્યોની પ્રશંસા કરવી, માતાપિતા, ઉપકારી વગેરેનો ઉપકાર માનવો, તેડવા-મૂકવા જવું વગેરે બાહ્ય વિનય છે. હૃદયમાં તેમના પ્રત્યે પ્રીતિ-બહુમાનનો ભાવ ધરાવવો, તેમના ઉપકારનું સ્મરણ કરવું વગેરે અત્યંતર વિનય છે.
લોકોત્તર બાહ્ય વિનયમાં ગુરુભગવંત વગેરેની સુશ્રુષા કરવી, ઊભા થવું, આસન આપવું, વંદન કરવાં, તેડવા મૂકવા જવું, સુખશાતા પૂછવી વગેરે બતાવવામાં આવે છે અને લોકોત્તર અત્યંતર વિનયમાં તીર્થંકર પરમાત્મા, સિદ્ધ ભગવંતો વગેરેને ભાવથી વંદન, એમના ઉપકારોનું સ્મરણ ઈત્યાદિ ગણાય છે.
કેટલીક વાર માત્ર બાહ્યાચાર તરીકે વિનયપૂર્વકનું વર્તન હોય અથવા લાદિ કારણે તેમ કરવું પડતું હોય, પણ અંતરમાં વિનયનો ભાવ ન હોય. એને માટે શીતલાચાર્યનું દષ્ટાન્ત આપવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org