________________
૨ ૨
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦
ખાનાવાળાઓ તો પોતાનો માલ યેનકેન પ્રકારે દુનિયામાં ગમે ત્યાં ઘુસાડવાના જ. સુરંગો બનાવવા માટે બહુ મોટી ટેકનિકની કે જબરજસ્ત મોટા પ્લાન્ટની જરૂર નથી. એટલે ઉત્પાદન પર પ્રતિબંધ લાવવાનું હાલની દુનિયામાં શક્ય નથી. એના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનું પણ એટલું સરળ નથી, કારણ કે યુદ્ધનું એ ઓજાર છે. તેમ છતાં વિશ્વમત જાગ્રત કરવાથી ફરક તો જરૂર પડે જ. અમેરિકા જેવા મોટા દેશે એ માટે પહેલ કરવી પડે.
કેટલાક દેશો સુરંગ વાપરવા પર પ્રતિબંધ મૂકવા ઇચ્છે છે પણ પોતાના દેશમાં સુરંગોના ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકવા ઇચ્છતા નથી. આવી બેવડી નીતિ જ્યાં હોય ત્યાં બધાં રાષ્ટ્રો એકમત ક્યાંથી થઈ શકે? સુરંગોના વપરાશ પર પ્રતિબંધ લાદવાની વાત તો યુનાઈટેડ નેશન્સમાં કેટલાંયે વર્ષોથી ચાલે છે, પરંતુ તે અંગે બધાં રાષ્ટ્રોની સહમતિ મેળવવાનું સહેલું નથી. આમ છતાં સુરંગો વિશે વિચારણા કેટલાક સમયથી ચાલવા લાગી છે એ આવકારદાયક છે.
સુરંગો બનાવનાર મુખ્યત્વે સમૃદ્ધ દેશો છે અને સુરંગોનો ભોગ બનનારા તે મુખ્યત્વે પછાત દેશોના ગામડાંઓના ગરીબ લોકો છે. સુરંગ શહેરી લોકોની સમસ્યા નથી, પણ ગામડાંઓમાં ખેતી કરનાર, લાકડાં વીણનાર, ઢોર ચરાવનાર, પહાડોમાં કામ કરનાર વગેરે લોકોની સમસ્યા છે. તો પણ આ પૃથ્વી પર રોજેરોજ કેટલાય નિર્દોષ નાગરિકો મૃત્યુ પામે છે કે અપંગ થઈ જાય છે એ બાબત વિશે સમૃદ્ધ દેશો વિચારતા થયા છે એ એક સારી નિશાની છે. એમના હૃદયમાં પ્રગટેલી માનવતાની ભાવના ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી રહે અને આશય શુભ રહ્યા કરે તો એનું કંઈક પરિણામ તો અવશ્ય આવશે જ.
બહુસુરંગા બનેલી વસુંધરા સાચા અર્થમાં સુરંગી, સુશોભિત, સુફલામ્ સુજલામ બની રહે એવી શુભકામના સર્વત્ર પ્રસરી રહો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org