________________
બહુસુરંગા વસુંધરા
૨ ૧ કરવાની જરૂર નથી. હુમલો કરવા આવનાર જાન ગુમાવશે, કારણ કે આપણા ખેતરમાં મારા મિત્રે કેટલીક સુરંગો દાટી છે.” મને ખબર હતી કે મારો પત્ર સેન્સર થવાનો છે. એટલે એ પત્ર તને મળ્યો નહિ, પણ સુરંગો શોધવા પોલીઓએ ખેતર આખું ખોદી નાખ્યું.
સુરંગો પર પ્રતિબંધ લાદવાની માગણી મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સોસાયટીની છે, કારણ કે વધતી જતી સુરંગોને કારણે દુનિયામાં અપંગોની સંખ્યા ઘણી વધતી જાય છે અને એથી રેડ ક્રોસ સોસાયટીનું કામ પણ વધતું જાય છે. દુનિયામાં વરસે સરેરાશ દસ હજાર માણસો સુરંગથી મૃત્યુ પામે છે, તો દસ હજારથી વધુ માણસો અપંગ બને
છે.
ટેકો વગેરે વાહનો માટે યુદ્ધકાળમાં વપરાતી સુરંગો તો યુદ્ધના જ એક ભાગ રૂપે ગણાય છે અને તેના પર પ્રતિબંધ લાદવાનો કોઈ પ્રશ્ન છે જ નહિ, પણ માણસમાર સુરંગોમાં તો યુદ્ધના સૈનિકો જેટલા માર્યા જાય છે તેથી વધુ સામાન્ય નાગરિકો, ગ્રામજનો, ખેડૂતો વગેરે હોય છે. રમત રમતાં, દોડાદોડી કરતાં નાનાં નિર્દોષ બાળકો પણ મોટી સંખ્યામાં તેનો ભોગ બને છે. આથી જ માણસમાર સુરંગના ઉપયોગ પર આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદેસર પ્રતિબંધ મૂકવો જોઈએ એમ ઘણાં રાષ્ટ્રોને લાગે છે. ૧૯૩૦માં રાસાયણિક શસ્ત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને તે અંગે સર્વ સત્તાઓ સંમત થઈ હતી અને તેથી એ આંતરરાષ્ટ્રીય કાયદાનું આજ લગભગ સાત દાયકાથી ચુસ્તપણે પાલન થતું આવ્યું છે. પરંતુ સુરંગ પર પ્રતિબંધ લાદવાનું અને તેમ કર્યા પછી તેનો અમલ કરવાનું એટલું સરળ થશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
દુનિયામાં શક્તિશાળી સુરંગો બનાવવાવાળા દેશોની સંખ્યા પાંત્રીસથી પણ પધારે છે. અમેરિકા, બ્રિટન, ઈટલી, ચીન, ઈઝરાયેલ, ઈરાક, ઈરાન વગેરે એમાં મોખરે છે. સુરંગોનું આટલું બધું ઉત્પાદન ચાલ્યા કરતું હોય તો એ ક્યાંક ને ક્યાંક તો વપરાવાની જ. કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org