________________
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦
૧૦૮
છે. સામાન્ય રીતે પરીષહ-ઉપસર્ગ સહન કરનાર જૈન સાધુઓ પોતાની વાણીમાં પોતાના દુઃખની વાત કરે જ નહિ. વસ્તુતઃ બીજાને જણાતું દુઃખ એમને દુ:ખ તરીકે દેખાય નહિ. અશુભ કર્મના વિષાકોદય વખતે તેઓ તો સમતાના ધારક જ હોય. પરંતુ સમયસુંદરે પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે એ પરથી એ એમને માટે કેટલું બધું અસહ્ય બન્યું હશે એનો ખ્યાલ આપે છે. આ દુ:ખનું એક મહત્ત્વનું કારણ તે વિ.સં. ૧૬૮૭માં પડેલો ભયંકર દુકાળ છે. ઘરેઘરેથી ગોચરી વહોરી લાવનાર અકિંચન, મહાવ્રતધારી જૈન સાધુની દુકાળના વખતમાં જ્યારે ગોચરી ન મળે ત્યારે ભારે કસોટી થાય છે. સમયસુંદરે ‘સત્યાસિયા દુષ્કાળ વર્ણન છત્રીસી'માં એનો તાદશ ચિતાર આપ્યો છે. સમયસુંદરની અન્ય પરંપરાનુસારી કૃતિઓ કરતાં આ એક કૃતિ તદ્દન જુદી પડે છે અને દુષ્કાળની એ ઐતિહાસિક ઘટનાની સાક્ષી પૂરે છે. કવિ લખે છે,
લાગી લૂંટાલૂંટ, ભયૈ કરિ મારગ ભાગ્યા, લે તો ન મુકઇ લઠ, નારીનનિ કિર નાગા.
X
X
*
દોહિલઉ દંડ માથઇ કરી, ભીખ મંગાવિ ભીલડા; સમયસુંદર કહઈ સત્યાસીયા, થારો કાલો મુંહ પગ નીલડા. મૂઆ ઘણા મનુષ્ય, રાંક ગલીએ રડવડિયા,
સોજો વલ્યઉ સરીર, પછઇ પાજ માંહે પડિયા, કાલિ કલણ વલાઇ, કુણ ઉપાડઇ કિહાં કાઢી, તાંણી નાખ્યા તેહ, માંડિ થઇ સગલી માઠી
એ વખતે ચીજવસ્તુઓના ભાવ કેવા આસમાને ચડ્યા હતા તે કવિએ એવી કેટલીક વસ્તુઓના લખેલા ભાવ પરથી જાણી શકાય
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org