________________
સ્વ. લાડકચંદભાઈ વોરા વ્યવસ્થા ગોઠવી આપે. પરિણામે ડાયરીઓનું “શિક્ષામૃત' સ્વરૂપે પ્રકાશન થયું.
સાયલામાં તે વખતે એક દિવસ બાપુજીના કહેવાથી કોઈપણ એક વિષય પર મેં વ્યાખ્યાન આપવાનું સ્વીકાર્યું. મારા વિષય તરીકે મેં લોગસ્સના કાયોત્સર્ગ ધ્યાનનો વિષય પસંદ કર્યો. મારા વક્તવ્યમાં મૂલાધારથી સહસાર ચક્ર સુધી લોગસ્સની સાત ગાથાઓનું અને ચોવીસ તીર્થકરોનું ધ્યાન કેવી રીતે ધરવું અને કુંડલિનીની સાધનાની પ્રક્રિયા લોગસ્સસૂત્રના ધ્યાન દ્વારા કેવી રીતે કરી શકાય તે હરિભદ્રસૂરિએ બતાવ્યા પ્રમાણે મેં સમજાવ્યું. મારા વક્તવ્યને અંતે ઉપસંહાર કરતાં બાપુજીએ કહ્યું, “રમણભાઈએ કુંડલિનીની સાધનાની વાત કરી છે. પરંતુ અહીં આશ્રમમાં આપણી સાધના પદ્ધતિ જુદી છે અને તે વધુ સરળ છે.”
ત્યાર પછી બાપુજીએ મને શાંત સુધારસની પ્રક્રિયાની વાત કરી અને કૃપાળુદેવના વચનામૃતમાંથી કેટલાક પત્રો વંચાવ્યા. કાયાવરોહણ તીર્થના સ્વામી કૃપાલુઆનંદની અથવા કેટલાક કબીરપંથી તથા અન્ય પંથના સાધકોની જે સાધનાપદ્ધતિ છે, લગભગ તેવા જ પ્રકારની, ગુરુગમ દ્વારા બીજજ્ઞાનની સાધના પદ્ધતિ અહીં આશ્રમમાં સ્વીકારેલી છે. શ્રી સુધાબહેન વિનુભાઈની પ્રેરણાથી આ પ્રકારની સાધના બાપુ જીના માર્ગદર્શન હેઠળ કરવાનું મેં સ્વીકાર્યું અને એમાં યથાશક્તિ પ્રગતિ કરી શક્યો છું.
પંદર દિવસ આશ્રમમાં રહેવાનો અમને એક સરસ અનુભવ થયો. બાપુજીની એટલી વ્યાવહારિકતા હતી કે અમને વિદાય આપવા જાતે અમારી મોટરકાર પાસે આવી પહોંચ્યા. બીજી વાર જલદી આશ્રમમાં આવવા માટે નિમંત્રણ આપ્યું. મેં બાપુજીને કહ્યું કે “ઘણે ઠેકાણે ફરવાનું થયું છે. તેમાં સાયલાનો આપણો આ આશ્રમ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org