________________
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦
ખાસ બનાવેલો સુરક્ષિત વેશ પહેરવો પડે છે. આટલી સાવધાની રાખવા છતાં સુરંગશોધકો ઘણીવાર ઘાયલ થયાના બનાવો બને છે. સુરંગશોધક ટુકડીને-Mine Detecting Squadને ખાસ તાલીમ આપવામાં આવે છે. એક સુરંગની કિંમત પચીસ-પચાસથી સો-બસો રૂપિયા જેટલી થતી હશે, પરંતુ એક દટાયેલી સુરંગને બહાર કાઢીને અત્યાધુનિક વૈજ્ઞાનિક ઓજારો વડે એને નકામી બનાવી દેવા માટે સરકારને સરેરાશ સહેજે હજાર રૂપિયા કરતાં વધુ ખર્ચ આવે છે.
ક્યા દેશને આ કામ પરવડે ? એ કોણ કરાવે ? ક્યારે કરાવે ? જો વિગ્રહ ચાલુ જ હોય તો કઢાવવાનો અર્થ શો ? આવા આવા ઘણા પ્રશ્નો આ વિષયમાં સંકળાયેલા છે.
સુરંગો કાઢી, રસ્તાઓ, જમીનો સાફ કરવાનું કામ ઘણા દેશોમાં વખતોવખત ચાલતું જ રહ્યું છે, પરંતુ એક અહેવાલ પ્રમાણે દુનિયામાં સરેરાશ રીતે એક સુરંગ ઓછી થાય છે તો બીજી બાજુ તે જ વર્ષમાં ક્યાંક ને ક્યાંક સરેરાશ વીસ નવી સુરંગો નાખવામાં આવે છે. આમ સુરંગોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ચાલ્યું છે. ૧૯૯૪ના વર્ષના અંદાજ પ્રમાણે દુનિયાના જુદા જુદા દેશોમાં મળીને એક લાખ જેટલી સુરંગો ખોદી કાઢવામાં આવી હતી, તો બીજી બાજુ એ જ વર્ષ દરમિયાન દુનિયામાં બધે મળીને આશરે વીસ લાખ જેટલી નવી સુરંગો બિછાવવામાં આવી હતી.
સુરંગો ગોઠવવાથી દરેક વખતે દુશ્મનના સૈનિકો જ કરે છે એવું નથી. યુદ્ધના દિવસોમાં કેટલીયે વાર પોતાની સુરંગોના પોતે જ ભોગ બન્યા હોય એવા દાખલા પણ બને છે. સુરંગ ગોઠવનારે થોડોક રસ્તો પોતાને માટે સાફ રાખવો જ પડે છે કે જેથી પોતાની અવરજવર માટે, અણીને પ્રસંગે ભાગવા માટે કામ લાગે. પરંતુ સુરંગો ગોઠવ્યા પછી જો એનો નકશો બરાબર પોતાની પાસે ન રાખ્યો હોય, એમાં ભૂલચૂક થઈ હોય તો ગરબડ થઈ જાય છે. કેટલીક વાર તો યુદ્ધમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org