________________
બહુસુરંગા વસુંધરા
૧૭
એવી રીતે અન્ય દેશોમાં પણ ઘણાં માણસો મૃત્યુ પામ્યા છે. એવા લોકો મુખ્યત્વે ગામડાંઓના સાધારણ સ્થિતિના માણસો હતા. પરંતુ જ્યારથી બોસ્નિયામાં સુરંગો ફૂટવાને કારણે NATOના સૈનિકો મૃત્યુ પામ્યા, યુરોપ-અમેરિકાના, ઊંચો હોદ્દો ધરાવનારા, નિરીક્ષક તરીકે કે શાન્તિદૂતનું કામ કરનારા કેટલાક સુખી, સુશિક્ષિત માણસો મૃત્યુ પામ્યા અને આજીવન અપંગ થઇ ગયા ત્યારથી આ પ્રશ્ન પાશ્ચાત્ય જગતમાં ઘણો ગંભીર બની ગયો છે. લોકમત ઘણોજાગૃત થયો છે. પ્રિન્સેસ ડાયેનાએ બોસ્નિયામાં સુરંગોથી ઘાયલ થયેલાને સેવા આપવાનું અને લોકમત જાગૃત કરવાનું અભિયાન ચાલુ કર્યું હતું. એથી પણ સુરંગ વિરોધી જનમત વધુ પ્રચલિત બન્યો છે. મોડે મોડે પણ પાશ્ચાત્ય રાજકીય નેતાઓ અને સમાજચિંતકોમાં આ જાગૃતિ આવી છે અને યુનાઇટેડ નેશન્સ દ્વારા પણ કેટલાક વખતથી તેની ગંભીર વિચારણા થવા લાગી છે. સુરંગના વિષયમાં માનવતાવાદી સેવા કરનારને નોબેલ પારિતોષિક પણ અપાયું છે. શુભ દિશાનું આ એક સ્તુત્ય પગલું છે.
સુરંગ દાટવી સહેલી છે, પરંતુ દટાયેલી સુરંગ કાઢીને નકામી બનાવી દેવાનું એટલું સહેલું નથી. વસ્તુતઃ ગમે તે સૈનિક (કે સામાન્ય નાગરિક પણ) ખાડો ખોદીને સુરંગ દાટી શકે છે. પરંતુ બધા જ સૈનિકો સુરંગ કાઢી શકે નહિ, કારણ કે કાઢતાં કાઢતાં સુરંગ ફૂટવાનાં જોખમો ઘણાં છે. જમીનમાં સુરંગ ક્યાં છે એ પહેલાં શોધવું જ પડે છે. જે વિસ્તારમાં સુરંગ હોય તે વિસ્તારમાં વજન ન પડે એવા ખાસ બનાવટના પોચા બુટ પહેરીને ચાલવાનું હોય છે. સુરંગ શોધવા માટેના લાંબા દાંડાવાળાં ઓજાર (Mine Detector) વડે હળવે હળવે જમીન તપાસતા જવું પડે છે. એમ છતાં અચાનક કોઇ સુરંગ ફૂટે તો પોતાને ઇજા ન થાય તે માટે મોઢે માથે તથા આખા શરીરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org