________________
૧૬
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦
કરી લેવામાં આવે છે અથવા ત્યાં ઘાસપાંદડાં નાખવામાં આવે છે કે જેથી કોઈને વહેમ ન આવે. દેખીતું જ છે કે ડામરવાળા અને અવરજવરવાળા શહેરી રસ્તાઓમાં સુરંગો દાટવાનું સહેલું નથી અને એનું પ્રયોજન પણ નથી. શહેરોથી દૂર, ગ્રામ વિસ્તારોના પાદરના માટીવાળા ભાગોમાં, વિશેષતઃ વિગ્રહકારી પક્ષો વચ્ચેની પોતપોતાની સરહદોમાં દુશ્મન ઘૂસી ન આવે એ માટે સુરંગો ગોઠવાય છે. એ માટે ઘણી વાર ખેડૂતોના ખેતરોનો પણ ઉપયોગ થાય છે. ખુલ્લા ઇલાકામાં દુશમનોને આવતા અટકાવવા સુરંગો ગોઠવાય છે. દુશમનના પ્રદેશ પર આક્રમણ કરવા ધસી જતા સેંકડો સૈનિકો, અચાનક સુ રંગવાળા વિસ્તારમાં ઘૂસી જવાથી મૃત્યુ પામે છે, ઘાયલ થાય છે. નાસભાગ ચાલે છે અને આક્રમણ કરવાને બદલે પરાજિત થવાય છે. પરંતુ યુદ્ધ પૂરું થયા પછી એવા વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરોમાં જતાં ડરે છે. વટેમાર્ગુઓની અવરજવર બંધ થઈ જાય છે. સુરંગોનો ભોગ સૈનિકો તો થાય જ છે, પરંતુ ત્યારપછી નાગરિકો, ખાસ કરીને ગામડાંઓના લોકો, વિશેષતઃ ખેડૂતો એનો ભોગ બને છે. ખેતી ન થઈ શકવાને લીધે તેઓની આજીવિકા ઝૂટવાઈ જાય છે. ગરીબી વધે છે અને દેશનું ઉત્પાદન ઘટે છે. કંબોડિયા ચોખા ઉગાડનારો દેશ છે. કંબોડિયામાં ચોખા એટલા બધા થતા કે બીજા દેશમાં પણ વેચાવા જતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી કંબોડિયાને દર વર્ષે હજારો ટન ચોખાની આયાત કરવી પડે છે, કારણ કે કંબોડિયાના કેટલાંયે ખેતરો સુરંગોથી ખીચોખીચ છે.
યુદ્ધમાં વપરાતી સુરંગોથી સામાન્ય નાગરિકો તો આ સદીના આરંભથી મૃત્યુ પામતા આવ્યા છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાએ અને સોવિયેટ યુનિયને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે કરાવેલાં કોરિયા અને વિયેટનામના યુદ્ધમાં લાખો માણસો સુરંગોથી મૃત્યુ પામ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org