________________
૧પ૦
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦
પરિવાર માટે બાર-પંદર દિવસ કે મહિનો સ્વાધ્યાય કરાવવા માટે પનાભાઈને બોલાવતા.
પનાભાઈ તંત્રવિદ્યાના, જ્યોતિષશાસ્ત્રના અને નિમિત્તશાસ્ત્રના પણ સારા જાણકાર હતા. અલબત્ત, આ શાસ્ત્રોને તેઓ લોકવ્યવહારની દષ્ટિએ જ મહત્ત્વ આપતા. આત્મજ્ઞાનની દષ્ટિએ આ શાસ્ત્રોનું બહુ મૂલ્ય નથી એમ તેઓ જાણતા અને સમજાવતા. દુઃખથી બહુ જ મૂંઝાયેલા જીવો હોય અને એમને આવું કંઈક આલંબન લેવું જ હોય તો તે અંગે તેઓ માર્ગદર્શન આપતા. દક્ષિણાવર્ત શંખ અને રુદ્રાક્ષ વિશેની એમની જાણકારી આશ્ચર્ય પમાડે તેવી હતી. પોતે પાસે શંખ રાખતા અને રુદ્રાક્ષની માળા ગળામાં પહેરતા. કોઈને જોઇએ તો મંગાવી આપતા. વિવિધ પ્રકારનાં રત્નો વિશેની પણ એમને ઠીક ઠીક માહિતી હતી. પ્લાસ્ટિકની કે સામાન્ય પથ્થરની નવકારવાળી કરતાં રુદ્રાક્ષની નવકારવાળી ગણવાથી સ્પર્શમાં જે ફરક પડે છે તેથી જપ-ધ્યાનમાં કેટલો વિશેષ લાભ થાય છે તે તેઓ કહેતા. રુદ્રાક્ષના સ્પર્શથી આરોગ્ય પણ સારું રહે છે એ વિશે ગ્રંથોમાંથી વંચાવતા. હિંદુ સંન્યાસીઓ હજારો વર્ષથી રુદ્રાક્ષની માળા પહેરતા આવ્યા છે. જૈન સાધુ-સાધ્વીઓ પંચમહાવ્રતધારી હોય છે એટલે એમને રુદ્રાક્ષની કે બીજી કશાની માળા ન ખપે. પણ ગૃહસ્થ માટે રુદ્રાક્ષનો સ્પષ્ટ નિષેધ શાસ્ત્ર ગ્રંથોમાં કરવામાં આવ્યો હોય એવું ક્યાંય વાંચવામાં આવ્યું નથી. પનાભાઈએ રુદ્રાક્ષની એક નવકારવાળી અમને પણ આપી હતી જે એમની સ્મૃતિ રૂપે અમે સાચવી રાખી છે અને નિયમિત ગણીએ છીએ.
પનાભાઈ સાથેની મૈત્રીને લીધે એક મોટો લાભ એ થયો કે એમના સ્વાધ્યાયની એમના શિષ્યોએ લીધેલી નોંધો અથવા ઉતારેલી કેસેટો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org