________________
સ્વ. પંડિત પનાલાલ જ. ગાંધી
પરથી વ્યવસ્થિત લેખો તૈયાર કરાવવાનું મારું નિમંત્રણ એમણે સ્વીકાર્યું. તેઓ કહેતા કે લખવાનું એમને ફાવે એવું નથી, કારણ કે એ પ્રકારની શક્તિ પોતે ખીલવી નથી. વસ્તુતઃ એ દિશામાં એમનું લક્ષ્ય જ ગયું નથી. પરંતુ મારી વિનંતીથી એમણે એ કાર્ય શ્રી સૂર્યવદનભાઈ ઝવેરીને સોંપ્યું. નોંધોને આધારે લેખો તૈયાર થયા. અને એ બધા લેખો ‘પ્રબુદ્ધ જીવન'માં છપાયા અને ‘ત્રિકાલિક આત્મવિજ્ઞાન' એ નામથી ગ્રંથરૂપે પ્રકાશિત થયા. નવકાર મંત્ર વિશેનો એમનો મૌલિક ચિંતનાત્મક સુદીર્ઘ લેખ ‘સ્વરૂપમંત્ર' ના નામથી સ્વતંત્ર પુસ્તિકા રૂપે પ્રગટ થયો છે. એવી જ રીતે ‘કેવળજ્ઞાન-સ્વરૂપ ઐશ્વર્ય' નામની લેખમાળા પણ ગ્રંથસ્થ થઈ હતી.
આ રીતે પનાભાઇએ જૈન દર્શનના સિદ્ધાન્તો વિશે જીવનભર જે મનન ચિંતન કર્યું અને જે સ્વાધ્યાય કરાવ્યો એ લેખિત સ્વરૂપે પ્રાપ્ત થયો એ એમને માટે તથા તત્ત્વજિજ્ઞાસા ધરાવનાર સૌ કોઇ માટે આનંદનો વિષય રહ્યો છે.
૧૫૧
પનાભાઇનો અન્ય દર્શનોનો અભ્યાસ પણ સારો હતો. એટલું જ નહિ, અન્ય દર્શનના સિદ્ધાન્તોને જૈન દર્શનની દષ્ટિએ ઘટાવવાની એમનામાં આગવી મૌલિક સૂઝ હતી. હિંદુ સાધુ-સંન્યાસીઓ સાથે પણ તેમને ગાઢ સંબંધ હતો. એમનામાં મિથ્યા મતાગ્રહ નહોતો. એથી જ સ્વામી મધુસૂદનજી, સ્વામી માધવતીર્થ, સ્વામી શરણાનંદજી વગેરેના ગાઢ સંપર્કમાં તેઓ રહેતા હતા. જ્યારે તેઓ તેમને મળે ત્યારે તેઓ પનાભાઇને બહુ આદર-બહુમાનપૂર્વક બોલાવતા.
પનાભાઇ એક વખત સ્વામી માધવતીર્થને મળેલા ત્યારે એમણે સ્વામીજીને કહેલું કે ‘તમે તમારા પુસ્તકમાં જૈન દર્શનના સાપેક્ષવાદને અને આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદ (Theory of Relativity)ને એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org