________________
૧૫૨
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦
ગયાં છે, પરંતુ બંને વચ્ચે મહત્ત્વનો ફરક છે. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદમાં અપૂર્ણતાની અપૂર્ણત સાથેની સાપેક્ષની વાત છે, પરંતુ જૈન દર્શન પૂર્ણને કેન્દ્રમાં રાખી અપૂર્ણતા સાથેની સાપેક્ષતા સમજાવે છે. સ્વામીજીને પનાભાઈની એ વાતમાં ઘણો રસ પડ્યો હતો અને પ્રેતાની વિચારણામાં રહેલી ક્ષતિ સ્વીકારી હતી.
પનાભાઇની બે બહેનોએ દીક્ષા લીધી હતી. પરંતુ પનાભાઈ દીક્ષા નહોતા લઈ શક્યા. અંગત પરિમિતતાને કારણે દીક્ષા લેવાના એટલા તીવ્ર ભાવ પણ નહોતા. બીજી બાજુ પોતાના વ્યવહારુ ગૃહસ્થજીવનની મર્યાદાઓ માટે તથા ક્યારેક આગ્રહી બની જતા પોતાના સ્વભાવ માટે તેઓ સભાન હતા. ખાસ તો નાની ઉંમરમાં પડેલી પાન ખાવાની ટેવ છૂટતી નહોતી. અલબત્ત, પર્વતિથિએ કે રાત્રે તેઓ પાન ખાતા નહિ. પાન, કાથો, ચૂનો ને સોપારી તેઓ સાથે રાખતા. હાથે પાન બનાવતા. એમના કેટલાક ચાહકોને પનાભાઈના હાથે બનેલું પાન ખાવાનું ગમતું. હું પણ મળવા ગયો હોઉં અને મને પાન ખાવાનું કહે તો હાથે ન બનાવતાં હું કહેતો કે “તમે બનાવી આપો તો ખાઉં. પાન ખાવાની મને ટેવ નથી, તેમ એની બાધા પણ હમણાં નથી. પણ, તમારા હાથનું પાન ખાવામાં જુદો જ આનંદ છે.”
પનાભાઈએ મુંબઈમાં શ્રીપાળ નગરમાં આવેલો પોતાનો ફલેટ વેચવાનો વિચાર કર્યો. એક વખત એમણે મને કહ્યું કે મારાં વર્ષો હવે પૂરાં થવામાં છે. અચાનક કંઈ મને થઈ જાય તો ફલેટ કોના હાથમાં જાય અને તેનું શું થાય તે કંઈ કહેવાય નહિ. એટલે આ ફલેટ વેળાસર વેચી કાયમ માટે ધ્રાંગધ્રા રહેવા જવું છે. ફલેટની રકમમાંથી ધ્રાંગધ્રામાં ભાઇનું ઘર સરખું કરાવી લેવું છે અને તેમની સાથે રહેવું છે. તદુપરાંત બંને સાથ્વી બહેનો હવે વયોવૃદ્ધ થયાં છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org