________________
સ્વ. પંડિત પનાલાલ જ. ગાંધી
૧૫૩
અને એમનાથી વિહાર થતો નથી. એટલે એમને સ્થિરવાસ માટે અમદાવાદમાં જગ્યા લઇ આપવી છે અને મુંબઈમાં બોરીવલી કે વિરારમાં નાનો ફુલેટ રાખવો છે કે જેથી પોતાને મુંબઈ આવીને રહેવું હોય તો રહી શકાય. આ રીતે પનાભાઇએ શ્રીપાળ નગરનું ઘર છોડ્યું, પણ મહિનામાં અડધા દિવસ ધ્રાંગધ્રામાં અને અડધા દિવસ મુંબઈમાં રહેવાનું થયું. તેઓ મુંબઈ આવે ત્યારે દસ પંદર દિવસ રહે અને શંખેશ્વરની પૂનમની જાત્રા કરનારા મંડળમાં જોડાઈ, શંખેશ્વરની યાત્રા કરી ત્યાંથી સીધા ધ્રાંગધ્રા ચાલ્યા જતા. મુંબઈમાં તેઓ પોતાના ઘરે ઊતરતા, પણ ઘણુંખરું કોઈક ને કોઈક ચાહક ભાઈ-બહેનને ત્યાં રહેતા. એમનો ચાહક વર્ગ વિશાળ હતો અને પોતાને ત્યાં રહેવા માટે આગ્રહ થતો.
પનાભાઈ ધ્રાંગધ્રા રહેવા ગયા એનો એક વિશિષ્ટ લાભ એ થયો કે મુંબઈ કરતાં ત્યાં એમને નિરાંત વધુ મળતી. અવરજવર ઓછી રહેતી. એથી તેઓ ધ્યાનમાં બેસી આત્મચિંતન કરતા. એમણે છેલ્લે છેલ્લે ફક્ત કેવળજ્ઞાનના વિષય પર જ મનનચિંતન કર્યું. શ્રી સૂર્યવદનભાઈએ એમની પાસે જઇને આ બધું એમનું ચિંતન શબ્દસ્થ કરી લીધું.
આ રીતે પનાભાઈના અંતિમ દિવસો એમની ઈચ્છાનુસાર આત્મસ્વરૂપમાં લીન થવામાં અને કેવળજ્ઞાન વિશે મનનચિંતનમાં પસાર થયા.
પંડિત પનાલાલ જ. ગાંધીના સ્વર્ગવાસથી આપણે એક આત્મજ્ઞાની-તત્ત્વજ્ઞાની મહાત્મા ગુમાવ્યા છે. એમના આત્માની સદ્ગતિ જ છે અને એ માટે જ આપણી પ્રાર્થના છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org